

નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે મોટાભાગનો લોકો પ્રાઇવેટ વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આવામાં પ્રાઇવેટ વાહનો ખરીદવાનો ગ્રાફ ઝડપથી વધ્યો છે. જોકે બધા લોકો પાસે નવું વાહન ખરીદવાનું બજેટ નથી. આવામાં કસ્ટમર પોતાના બજેટ પ્રમાણે સેકન્ડ હેન્ડ બાઇક અને કાર ખરીદવાનું વધારે પસંદ કરે છે. તમે પોતાના બજેટ પ્રમાણે droom.in પર ડીલ ફાઇનલ કરી શકો છો. અહીં તમને મારૂતિ અલ્ટોની કિંમતમાં Hyundai i10 જેવી કાર ખરીદવાની તક મળશે. જે ફક્ત 19 હજાર કિમી ચાલી છે. આ સિવાય તમે અહીં લક્ઝરી કાર પણ ખરીદી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)


droom.in પર તમે ડોન્ડા Jazz કારને ફક્ત 6 લાખ 25 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જે ફક્ત 12 હજાર કિલોમીટર ફરેલી છે. આ સિવાય સિડાન કારમાં ઘણી ચર્ચિત Hyundai Verna તમે ફક્ત 2 લાખ 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ કાર 1 લાખ 68 હજાર કિલોમીટર ફરેલી છે. અહીં તમે Maruti Suzuki Celerio સીએનજી વેરિએન્ટ ફક્ત 4 લાખ 24 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ કાર ફક્ત 30 હજાર કિલોમીટર ફરેલી છે.(પ્રતિકાત્મક તસવીર)


આ વેબસાઇટ પર તમે લક્ઝરી કાર પણ ખરીદી શકો છો. તમને અહીં BMW 5 Seriesની કાર 10 લાખ 50 હજાર રૂપિયામાં મળી જશે. આ કાર 69 હજાર કિલોમીટર ફરેલી છે. આ સિવાય તમે હોન્ડા સિટી પેટ્રોલ વેરિએન્ટ 5 લાખ 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)