

નવી દિલ્હીઃ આ વર્ષે દિવાળી (Diwali 2020) પર આપને હોન્ડા કાર્સ ઈન્ડિયા (Honda Cars India) સ્પેશલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર હેઠળ કાર ખરીદતાં ગ્રાહકોને 2.50 લાખ રૂપિયા સુધીની સીધી છૂટ મળશે. કંપની આ ઓફરમાં ગ્રાહકોને કેટલાક ખાસ મોડલ્સ પર કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો ફાયદો આપી રહી છે, જેના દ્વારા તમે આ વર્ષે સસ્તી કાર ખરીદી શકો છો. આ ઉપરાંત જો તમે લોન પર કાર ખરીદો છો તો આપને અનેક પ્રાઇવેટ અને સરકારી બેન્ક સસ્તામાં ઓટો લોનની સુવિધા આપી રહી છે, જેનો તમે સરળતાથી લાભ લઈ શકો છો.


જાણો કઈ ગાડીઓ પર મળી રહી છે ઓફર - આપને હોન્ડાની અમેઝ (Amaze), અમેઝ સ્પેશલ એડિશન (Amaze Special Edition), સિટી (Honda City), ડબલ્યૂઆરવી (WR-V), જાઝ (Honda Jazz) અને સિવિક (Honda Civic) પર આ સ્પેશલ છૂટ મળી રહી છે. નોંધનીય છે કે અલગ અલગ મોડલ પર છૂટનો દર પણ અલગ અલગ છે.


CIVIC પર મળશે 2.50 લાખ રૂપિયાની છૂટ - નોંધનીય છે કે, હોન્ડાની સેડાન CIVICના ડીઝલ મોડલ પર ગ્રાહકોને 2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. બીજી તરફ જો તમે પેટ્રોલ મોડલ લો છો તો આપને તેની પર એક લાખ રૂપિયા સુધીની છૂટ મળશે.


Amaze પર મળશે 47 હજારની છૂટ - Hondaની અમેઝની વાત કરીએ તો આ કાર પર આપને 20 હજાર રૂપિયાનું કેશબેક ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 12 હજાર રૂપિયાનું એક્સટેન્ડેડ વોરન્ટી અને કાર એક્સચેન્જ પર 15 હજાર રૂપિયાની છૂટ મળશે. એટલે કે આપને તેની પર કુલ 47 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે.


Honda City પર 30 હજાર રૂપિયા સુધીની છૂટ - કંપનીની Honda City-5th જનરેશન પર આપને 50 હજાર રૂપિયા સુધીની છૂટ મળશે. આ ઉપરાંત આપને કાર એક્સચેન્જમાં લગભગ 20 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળશે.


Jazz પર મળી રહ્યો છે 40 હજાર રૂપિયાનો ફાયદો - New Honda Jazz ઉપર પણ 40 હજાર રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. કંપની તેમાં 25 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથોસાથ કાર એક્સચેન્જને બદલે 15 હજાર રૂપિયાનો વધારાનો લાભ આપી રહી છે.