નવી દિલ્હી: ભારતીય લોકો સદીઓથી સોના (Gold) પ્રત્યે ખાસ આકર્ષણ અને મહત્વ ધરાવે છે અને હાલ પણ તેમાં રોકાણ (Invest in Gold) કરવાનું પસંદ કરે છે. અમુક તહેવારો જેમ કે દિવાળી, ધનતેરસ અને અક્ષય તૃતીયા જેવા પ્રસંગો પીળી ધાતુ ખરીદવા માટે ભારતીય શાસ્ત્રો અનુસાર યોગ્ય સમય છે. હવે અક્ષય તૃતીયા (Akshaya Tritiya) આડે થોડા જ દિવસો રહ્યા છે અને આ વર્ષે રોકાણ માટે સોના તરફ નજર રાખનારા રોકાણકારો માટે આ એક સારી તક હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ રૂ. 50,000ની ઉપર છે અને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આ સારો સમય હોઈ શકે છે. આ શુભ દિવસે સોનું ખરીદવાથી (Buy Gold On Akshaya Tritiya) ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેથી ઘણા ભારતીય લોકો આ દિવસે સોનું ખરીદે છે અથવા ભેટમાં આપે છે. આ દિવસે ઘણા સોનાના વેપારીઓ ગ્રાહકોને આકર્ષક ઓફર આપે છે. જો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન (Things to know before buying gold) રાખવું જોઇએ.
સોનાની શુદ્ધતા : સોનાની શુદ્ધતા એવી વસ્તુ છે જે સિક્કો કેવો છે તે જાણવામાં મહત્વની બાબત છે. શુદ્ધતાનું મૂલ્યાંકન કરવા માટે કેરેટ અને ઝીણવટ એ બે રીતો છે, જેનો ઉપયોગ સોનાની શુદ્ધતા માપન માટે થાય છે. જો તમારો સોનાનો સિક્કો 24 કેરેટનો છે, તો તેનો અર્થ એ છે કે સિક્કાના તમામ 24 ભાગો સોનાના બનેલા છે. 22 કેરેટ સોનાના સિક્કામાં 24 ભાગોમાંથી 22 ભાગ સોનાના બનેલા છે, જ્યારે બાકીના બે ભાગ અન્ય કોઈ ધાતુના છે. 24 કેરેટ સોનામાં પણ અશુદ્ધિઓ હોઈ શકે છે જેને નિર્માતા દૂર કરી શક્યા નથી, અને તે હજારના ભાગોમાં માપવામાં આવે છે.
સિક્કા પર હોલમાર્ક : હોલમાર્કિંગ ભારતીય માનક સ્પષ્ટીકરણો અનુસાર સિક્કા મુજબ સોનાના સિક્કાની શુદ્ધતાની ખાતરી કરે છે. BIS (Bureau of Indian Standard) હોલમાર્કિંગ સેન્ટર ખાતે સોનાની વસ્તુઓનું પરીક્ષણ અને પ્રમાણિત કરવામાં આવે છે, જેથી તેની શુદ્ધતા અને સુંદરતા નક્કી થાય છે. તેથી સોનાનો સિક્કો ખરીદતા પહેલા હોલમાર્કિંગ જરૂર તપાસો.