જ્યારે ઇચ્છો ત્યારે થઇ શકે છે ડિલેવરી- Paytm ગોલ્ડની શુદ્ધતાની 100 ટકા ગેરંટી હોય છે. એક ગ્રામ થતા જ આપનાં ગોલ્ડની ડિલિવરી આપનાં આદેશ મુજબ થશે. ડિલિવરી 1,2,5,10,20 ગ્રામનાં સિક્કામાં થાય છે. તેની સાથે જ પેટીએમ આપનાં પ્લેટફર્મથી ડિજિટલ ટ્રાન્જેક્શન પર કેશબેકનાં રૂપમાં ડિજિટલ ગોલ્ડ લેવાનો વિકલ્પ પણ આપને આપે છે.
Paytm ઉપરાંત બુલિયન ઇન્ડિયાથી આપ ઓછામાં ઓછું 300 રૂપિયાનું સોનું ખરીદી શકો છો. ફિનકર્વ બુલિયન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સબ્સિડિયરી કંપની બુલિયન ઇન્ડિયા પણ MMTC-PMPની જેમજ આપનાં સોનાને સુરક્ષિત લોકરમાં રાખે છે આ વેચી પણ શકાય છે. અહીં પણ વોલેટમાં જમા થતુ સોનું આપ ઇચ્છો ત્યારે હોમ ડિલીવરી કરાવી શકો છો.