જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિંલ (જીજેઇપીસી)ના ચેરમેન કોલિન શાહે કહ્યું કે મહામારી અને આર્થિક અનિશ્ચિતતા પછી પણ ઘનતેરસ દરમિયાન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ વધવાના આસાર છે. તેમણે કહ્યું કે આ વખતે 10 હજાર રૂપિયાથી લઇને 20 હજાર રૂપિયા સુધીની રેન્જમાં લો પ્રાઇઝ ડાયમંડ જ્વેલરી સારી સંખ્યામાં વેચાવાની આશા છે.
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે લોકોના ખર્ચા ઓછા થયા છે. જેના કારણે લોકો સોના અને ડાયમંડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યાંજ દુર્ગા પૂજા અને નવરાત્રીમાં પણ બજારમાં વેચાણથી ફરી એક વાર બજારની રોનક પાછી આવી છે. તેવામાં આ ધનતેરસ-દિવાળી પર સારું વેચાણ થવાની આશા છે.
મુંબઇના ડબ્લૂ એચપી જ્વેલર્સના ડાયરેક્ટર આદિત્ય પેઠેનું માનવું છે કે મહામારી પછી સોનાની કિંમતમાં આવેલી તેજીના કારણે લોકો સોનામાં રોકાણ કરવાનો ભરોસો ફરી દાખવ્યો છે. તેની સાથે તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધી મોટાભાગના લગ્ન પાછા ઠેલવાયા છે. જેના કારણે મોટાભાગની લોકો દિવાળીમાં એક સાથે જ ઝવેરાત ખરીદી રહ્યા છે. આને દેખતા કેટલાક જ્વેલર્સ ડાયમંડ જ્વેલરી પર કંજ્યૂમરો માટે ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન આપી રહ્યા છે.
ત્યાંજ સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પહેલી વાર ઇંટરેસ્ટ ફ્રી ઇએમઆઇ ઓપ્શન શરૂ કર્યો છે. જેની શરૂઆત 1,999 રૂપિયાથી થાય છે. કંપની ડાયમંડ જ્વેલરીની ખરીદી પર ફ્રી ઇશ્યોરેંશ પણ આપી રહી છે. સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડના સીઇઓ સુવાંકર સેને કહ્યું કે ગ્રાહકોથી જીરો ઇંટરેસ્ટ અને જીરો પ્રોસેસિંગ ફી ચાર્જ કરવામાં આવશે. રિઝર્વ બેંકના નિયમોને ધ્યાનમાં રાખીને ઇએમઆઇનો વિકસ્પ આપવામાં આવ્યો છે.