જો તમે CNG પંપ અને EV સ્ટેશનના માલિક બનાવા માંગો છો તો, તમારા માટે સોનેરી અવસર છે. નેક્સજેન એનર્જિયા લિમિટેડ ભારત સ્કીમ લાવી છે. આની હેઠલ કંપની દેશભરમાં પોતાનો વિસ્તાર વધારી રહી છે. તમે સીએનજી પંપ સ્ટેશન ખોલી શકો છો. આ સિવાય કંપની ઈલેક્ટ્રીક વાહન ચાર્જિગ સ્ટેશન, સીએનજી ગેસ ઉત્પાદન અને ઈંટ ઉત્પાદન જેવા ઉદ્યોગ વગેરેમાં બિઝનેસ કરવાનો મોકો આપી રહી છે.
કેટલું કરવું પડશે રોકાણ - સીએનજી પંપ ખોલવા માટે અરજીકર્તાઓએ 75 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં લાયસન્સ ફી અને પંપનો ખર્ચ સામેલ છે. સીએનજી ગેસ ઉત્પાદનનો પ્લાન્ટ લગાવવા માટે લગભગ 2.99 કરોડનું રોકાણ કરવું પડશે. આમાં લાયસન્સ ફી સામેલ નથી. ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે 25 લાખનું રોકાણ કરવું પડશે. આમાં લાયસન્સ અને મશીનનો ખર્ચ સામેલ છે. ઈન્ડસ્ટ્રીયલ હાઈસ્પીડ ડિઝલ પ્લાન્ટ માટે 4.99 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જોકે, આની લાયસન્સ ફી અલગથી આપવી પડશે.