નવી દિલ્હીઃ દેશભરમાં ફેલાયેલા કોરોનાના સંકટની વચ્ચે જો તમે સારી કમાણી કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે...આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જેમાં તમે માત્ર 5 હજાર રૂપિયા રોકીને મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેસને તમે પોતાના ઘરમાં પણ શરૂ કરી શકો છો. તેની સાથે જ સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને વધુ સંસાધનોની પણ જરૂર નહીં પડે. આવો આપને આ બિઝનેસ વિશે વિગતે જણાવીએ...(પ્રતીકાત્મક તસવીર)
ખર્ચ કરવા પડશે 5થી 6 હજાર રૂપિયા - તમે આ બિઝનેસ માત્ર એક રૂમથી પણ શરૂ કરી શકો છો. તેના બિઝનેસ માટે આપને માત્ર 5થી 6 હજાર રૂપિયા ખર્ચ કરવાના હોય છે. મશરૂમ ફોર્મિંગ માટે તમે 30થી 40 યાર્ડના પ્લોટમાં આવેલા રૂમમાં કમ્પોઝ્ટ (મશરૂમ ઉગાડવા માટે માટી અને બીજનું મિશ્રણ)ને રાખવાનું હોય છે. (પ્રતીકાત્મક તસવીર)
માર્કેટ કે પછી ઓનલાઇન કરી શકો છો સેલ - મશરૂમ ઊગી ગયા બાદ તમે તેને ઘરની અંદર જ પેક કરી માર્કેટ હોય કે પછી ઓનલાઇન કોઈ પણ કંપની સાથે પાર્ટનરશીપ કરીને વેચી શકો છો. કે પછી તમે તમારી પોતાની એપ બનાવીને પણ આ બિઝનેસને મોટા સ્તરે શરૂ કરી શકો છો. તમારા ખિસ્સામાં રહેલા નાણા મુજબ, તેમાં વધુ રોકાણ કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)
ટ્રેનિંગ લઈને પણ શરૂ કરી શકો છો આ બિઝનેસ - નોંધનીય છે કે, હાલમાં બજારમાં એક કિલોગ્રામ મશરૂમનું પેકેટ લગભગ 100થી 150 રૂપિયાની વચ્ચે મળે છે. તો આ પ્રકારે તમે ઓછા ખર્ચમાં વધુ નફો કરી શકો છો. આ ઉપરાંત અનેક સંસ્થાન આ પ્રકારના ફાર્મિંગની ટ્રેનિંગ પણ આપે છે તો તમે ટ્રેનિંગ લઈને પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)