આજે આપણે એક એવા બિઝનેસ વિષે વાત કરીશું જેમાં તમે ઓછા રોકાણ સાથે સારી કમાણી કરી શકો છો. આ પ્રોડક્ટ ખાણીપીણી સાથે જોડાયેલી છે અને દિવસેને દિવસે તમારી આવક વધતી જશે. આ બિઝનેસ છે સોયા પનીરનો. જેને ટોફુ તરીકે પણ ઓળખાય છે. અહીં તેના પ્લાન્ટ વિશેની વાત કરીશું. અહીં તમે થોડી વધુ મહેનત કરીને તમારી પોતાની એક સારી બ્રાન્ડ ઉભી કરી શકો છો.
સોયા પનીર બનાવવા માટે સૌવ પ્રથમ સોયાબિનને પીસીને 1:7 ના પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરીને ઉકાળવામાં આવે છે. બોઇલર અને ગ્રાઈન્ડરમાં 1 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે તમને 4-5 લીટર દૂધ મળવા પાત્ર છે. આ પછી તે દૂધને સેપરેટરમાં નાખવામાં આવે છે, જ્યાં તે દહીં જેવું બની જાય છે. બાદમાં વધેલું પાણી કાઢવામાં આવે છે. આશરે 1 કલાકની પ્રક્રિયા બાદ તમને 2.5 થી 3 કિલો સોયા પનીર મળે છે.
આજકાલ માર્કેટમાં સોયા દૂધ અને સોયા પનીરની ખુબજ ડિમાન્ડ છે. સોયા દૂધ અને પનીર સોયાબીનથી તૈયાર કરવામાં આવે છે. સોયા દૂધ અને પનીરને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ તેની પૌષ્ટિકતા અને સ્વાદ ગાય કે ભેંસના દૂધ જેવો હોતો નથી. બીમાર દર્દી માટે સોયા પ્રોડક્ટ સારી માનવામાં આવે છે. સોયા પનીરને ટોફુના નામથી પણ ઓળખવામાં આવે છે.