બિઝનેસ કરવાનો ઈરાદો દરેકને હોય છે, પણ નુકસાનનો ડર હોય છે. અમે તમને એવા બિઝનેસ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં નુકસાનની કોઈ શક્યતા નથી. તેની માંગ એટલી વધારે છે કે તમે સપ્લાય પણ પૂરી કરી શકશો નહીં. અમે કાર્ડબોર્ડ બિઝનેસ વિશે વાત કરી રહ્યા છીએ. ઓનલાઈન શોપિંગ અને હોમ ડિલિવરી વધવાના કારણે હવે કાર્ડબોર્ડની માંગ પણ વધી ગઈ છે. દરેક વસ્તુને સુરક્ષિત ગ્રાહક સુધી પહોંચાડવા માટે સારા પેકેજિંગની જરૂર છે અને આ કામ કાર્ડબોર્ડથી જ શક્ય છે. આ વ્યવસાય શરૂ કરીને તમે દર મહિને લાખો રૂપિયાની ગેરંટીવાળી આવક મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે આજકાલ કાર્ડબોર્ડની ઘણી માંગ છે. ઓનલાઈન બિઝનેસમાં કાર્ડબોર્ડની સૌથી વધુ જરૂર છે. આજકાલ, નાના અને મોટા તમામ માલના પેકેજિંગ માટે કાર્ડબોર્ડની જરૂર છે. આ વ્યવસાય શરૂ કરીને, તમે બમ્પર નફો કમાઈ શકો છો અને ખાસ વાત એ છે કે તેની માંગ આખા વર્ષ દરમિયાન સમાન રહે છે. એટલે કે તમારે આ વ્યવસાયમાં મંદીનો સામનો કરવાની નોબત આવશે નહીં.
પ્રથમ શું જરૂર પડશે: આ વ્યવસાય શરૂ કરવા માટે, સૌ પ્રથમ તમારે કાચા માલની જરૂર પડશે. ક્રાફ્ટ પેપર કાચા માલ માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે તમને બજારમાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. તમારું ક્રાફ્ટ પેપર જેટલું સારું હશે, બોક્સની ગુણવત્તા એટલી જ સારી હશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે લગભગ 5000 સ્ક્વેર ફીટ જગ્યાની જરૂર પડશે કારણ કે આ બિઝનેસમાં તમારે એક પ્લાન્ટ લગાવવો પડશે તેમજ સામાન સ્ટોર કરવા માટે ગોડાઉન પણ બનાવવું પડશે. તમારે ખૂબ ભીડવાળી જગ્યાએ કાર્ડબોર્ડ બોક્સનો વ્યવસાય શરૂ ન કરવો જોઈએ કારણ કે ત્યાં તમને સામાન લાવવા અને લઈ જવામાં મુશ્કેલી થશે. મોટા ભાગના લોકો આ ધંધો મોટા સ્તરે જ કરે છે.
કયા મશીનોની જરૂર પડશે: આ ધંધામાં વપરાતા મશીનો મોંઘા છે. આ મશીનો બે પ્રકારના હોય છે, પહેલું સેમી ઓટોમેટિક મશીન અને બીજું ફૂલી ઓટોમેટિક મશીન છે.આ બંને વચ્ચેના રોકાણમાં તફાવત છે અને કદમાં પણ તફાવત છે. જો તમે નાના સ્કેલ પર આ કરવા માંગો છો, તો તમારે ઓછું રોકાણ કરવાનું રહેશે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો તો તમારે 20 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. તેમજ ફુલ્લી ઓટોમેટિક મશીન માટે 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે.
જાણો કેટલી બચત થશે: કાર્ડબોર્ડ બોક્સ બનાવવાનો વ્યવસાય ખુબજ સારો વ્યવસાય છે. જો આ ધંધામાં નફાની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન તેની માંગ રહે જ છે. છેલ્લા કેટલાક સમયમાં ઈ-કોમર્સ કંપનીનું માર્કેટ ખૂબ જ ઝડપથી વિકસ્યું છે. આજકાલ લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન સામાન પહોંચાડવા માટે મજબૂત કાર્ડબોર્ડની જરૂર પડે છે. આ બિઝનેસમાં પ્રોફિટ માર્જિન પણ ખૂબ જ વધારે છે, જો તમે ગ્રાહક બનાવી શકો અને સારું માર્કેટિંગ કરી શકો તો આ બિઝનેસ શરૂ કરીને તમે વાર્ષિક 5 થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.