આવી સ્થિતિમાં એક ડર એ પણ હોય છે કે મોટુ મૂડી રોકાણ કર્યા બાદ જો બિઝનેસ સફળ થશે નહીં તો તેમને નુક્શાન થશે. આવામાં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ ઓછા રોકાણથી શરૂ કરી શકાય છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ સ્નેકિંગ બિઝનેસ એટલે કે નમકીન વિશે. તમે આ વ્યવસાયમાં વધુ સારું વળતર મેળવી શકો છો.
કમાણી- આ આખો બિઝનેસ શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછા 2 લાખ અને વધુમાં વધુ 6 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બિઝનેસ શરૂ થયાના થોડા દિવસોમાં લગભગ 20 થી 30 ટકા ખર્ચ નફા તરીકે પરત મેળવી શકાય છે. જો તમે રૂ. 6 લાખ ખર્ચો છો, તો તમને ચોક્કસપણે 30% નફો મળશે. એટલે કે 2 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી થઈ જશે.