નવી દિલ્હીઃ ઉલ્લેખનીય છે કે ભારત દેશ ખેતીપ્રધાન છે.અહીં મોટા ભાગે ખેડૂતો વિવિધ પાક, શાકભાજી, ફળફળાદિ સહિતના પાકોનું વાવેતર કરી કમાણી કરી રહ્યા છે. જોકે આજના આ આધુનિક ટેકનોલોજી ભર્યા યુગમાં ખેડૂતો સહેલાઈથી અવનવી ખેતી કરી દેશ અને વિદેશમાં પોતાનો પાક અને તેનાથી બનતી પ્રોડક્ટ વેચી રહ્યા છે. ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને સારી ખેતી કરવા માટે સબસિડી સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતો સહેલાઈથી ભાર વિનાની ખેતી કરી ડબલ આવક મેળવી શકે.
7 વીઘામાં 18 લાખની કમાણીઃ તેવામાં આજે અમે તમને એક એવી ખેતી અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેને દ્વારા ગુજરાતના બનાસકાંઠાના યુવાન ખેડૂતે માત્ર 7 વીઘા જમીનથી વર્ષમાં 18 લાખની કમાણી કરી છે. આ સાંભળીને તમે ચોંકી જશો પરંતુ હકીકત જાણીને તમને પણ થશે કે આપણે પણ આ પ્રકારે ખેતી કરવી જોઈએ. આ ખેતી એટલે જીરેનિયમ ઓઇલની ખેતી, જીરેનિયમ એક પ્રકારના છોડ છે જેનામાંથી આ ઓઇલ મેળવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં તેની ખૂબ જ માગ છે.
શું છે જીરેનીયમઃ જીરેનીયમ એક સુગંધિત ફૂલ છે જેને ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે. જીરેનીયમના ફૂલોથી તેલ પણ નીકળે છે જે ઔષધી સાથે સાથે બીજા પણ અનેક કામમાં આવે છે. જીરેનીયમના તેલમાં ગુલાબ જેવી સુગંધ હોય છે. તેનો ઉપયોગ એરોમાથેરાપી, સૌંદર્ય પ્રસાધન, અત્તર અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે.
જીરેનીયમનો ઔષધીય ઉપયોગઃ જીરેનીયમના તેલનો દવાના રુપમાં ઉપયોગ થાય છે. તેના તેલનો ઉપયોગ અલ્ઝાઈમર, નર્વ્સમાં વિકૃતિ અને વિકારોને ઓછા કરવામાં થાય છે. તેમજ ખીલ, સોજો જેવી સ્થિતિમાં પણ તેનો ઉપયોગ લાભકારી મનાય છે. તેમજ માંસપેશીઓ, ત્વચા, વાળ અને દાંતને થતા નુકસાનમાં તેનો ઉપયોગ ગુણકારી માનવામાં આવ્યો છે.
જીરેનીયમની ખેતીથી કમાણીઃ આ જીરેનીયમ ઓઇલની સમગ્ર વિશ્વમાં માંગ છે. એક અંદાજ મુજબ વિશ્વામાં પ્રતિવર્ષ 120-130 ટન જીરેનીયમની માગ છે. જેમાંથી ભારતમાં તેનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે. જીરેનીયમ ઓઇલનો લીટરનો ભાવ 12થી 14 હજાર રૂપિયા છે. ભારત દેશમાં જીરેનીયમ તેલની ખેતી પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જીરેનીયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે અને તેની માંગ પણ બહારના દેશમાં સૌથી વધુ છે.
જીરેનીયમ માટે જમીન કેવી જોઈએઃ જીરેનીયમની ખેતી ઓછા પાણીની ખેતી છે જેથી એવી જગ્યાએ પણ થઈ શકે છે જ્યાં પાણીની અછત હોય છે. તેવામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ ખેતી ખૂબ જ સારી રીતે કરી શકાય છે. આ ઉપરાંત જીરેનીયમની ખેતી માટે દરેક પ્રકારના હવામાનને યોગ્ય માનવામાં આવે છે. પરંતુ થોડા ભેજવાળી હવામાં તેનો પાક ખૂબ જ સારો ઉતરે છે. તેમજ જો વાત કરવામાં આવે માટીની તો આ ખેતી માટે તો રેતાળ લોમ અને સૂકી જમીન સારી માનવામાં આવે છે. જમીનનો pH 5.5 થી 7.5 હોવો જોઈએ.
ધો.10 સુધી ભણેલા ગુજ્જુ ખેડૂતની કમાલઃ ગુજરાતના બનાસકાંઠાના ભોંયણ ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ પ્રજાપતિએ અભ્યાસ તો ફક્ત ધો.10 સુધી જ કર્યો છે પરંતુ ખેતીમાં તેમનો કોઈ જવાબ નથી, તેમણે 2019માં બે વીઘા જમીનમાં જીરેનીયમની ખેતીની શરુઆત કરી હતી. તેમણે જણાવ્યું કે શરુઆતમાં તો કેટલીક તકલી ફ પડી હતી પરંતુ ખેડીવાડી વિબાગના કૃષિ વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ તેમણે આ પંથે આગળ વધવાનું ચાલું જ રાખ્યું અને આજે લાખોમાં કમાણી થઈ રહી છે. તેમણે પોતાના ખેતરમાં 12 લાખ રુપિયાના ખર્ચે વાવણી તેમજ તેલ કાઢવા માટેનો પ્લાન લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ જીરેનીયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ રહે છે.એક વર્ષમાં ત્રણ વાર તેનું કટીંગ કરવામાં આવે છે.એક ટનમાં એક લીટર ઓઇલ નીકળે છે.

સરકાર તરફથી સહાયઃ આ ખેતી અંગે વધુ માહિતી આપતા ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે આ ખેતી ઓછા ખર્ચમાં થાય છે. તેમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ આપવામાં આવે છે આ ખેતી શિયાળામાં કરવામાં આવે છે અને જે બાદ આગામી 3-4 વર્ષ સુધી તેનું વાવેતર ખેતરમાં ટકી રહે છે અને તમે નિયમિત પાક ઉતારી શકો છો. ત્યારે ખેડૂતો આજે આવી જુદી જુદી પ્રગતિશીલ ખેતી મારફત લાખોની કમાણી કરી શકે છે.