Home » photogallery » બિઝનેસ » Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

Business idea: દેશમાં સ્કીન કેર પ્રોડક્ટનું માર્કેટ ભારે ઝડપથી વધી રહ્યું છે. તેવામાં નચરલ વસ્તુઓથી બનેલી પ્રોડક્ટ ખરીદવા માટ લોકો ભારે રુપિયા ખર્ચવા પણ તૈયાર હોય છે. એક અનુમાન મુજબ બદામથી બનેલી બ્યુટી પ્રોડક્ટનું બજાર 10.5 ટકા સીજીએઆર સાથે 16.9 અબજ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.

  • News18 Gujarati
  • |
  • | ahmedabad (Ahmedabad) [Ahmedabad], India

  • 19

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    Business Idea: આજના સમયમાં લોકો પોતાની ફિટનેસની સાથે સાથે પોતાની સ્કિન (Skin)ની પણ સંભાળ રાખવા બાબતે જાગૃત થયા છે. જેના કારણે આજે બજારમાં ઘણા પ્રકારની સ્કિન ક્રીમ વેચાઈ રહી છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ બજારમાંથી આ ક્રીમ અને લોશનની ખરીદી કરે છે. અન્ય સ્કિન પ્રોડક્ટ્સની જેમ બજારમાં બદામ ક્રીમ (Almond Cream)ની પણ મોટી માંગ છે. બદામ ક્રીમ સ્કિનને ગ્લો આપે છે.

    MORE
    GALLERIES

  • 29

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    ભારતમાં વસ્તીની સાથે સાથે સ્કિન કેર પ્રોડક્ટ્સનું માર્કેટ પણ વિસ્તરતું રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર બદામમાંથી બનાવાયેલા બ્યુટી પ્રોડક્ટ્સનું બજાર 10.5% CGAR સાથે 16.9 આરબ ડોલરે પહોંચી શકે છે. ત્યારે આવા સમયે બદામ ક્રીમ પ્રોડક્શન બિઝનેસ નફો કમાવવાનું એક મોટું સાધન સાબિત થઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 39

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    ઓછા રોકાણમાં શરુ કરો આ વ્યવસાય: ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે (KVIC) બદામ ક્રીમ (Almond Cream) પ્રોડક્શન યુનિટ પર એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, બદામ ક્રીમ પ્રોડક્શન યુનિટ લગાવવાનો ખર્ચ 17.01 લાખ રૂપિયા થાય છે.

    MORE
    GALLERIES

  • 49

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    જોકે તમારે આ બિઝનેસને શરુ કરવા માટે માત્ર 1.70 લાખ રૂપિયા જ ખર્ચ કરવા પડશે. કારણ કે તમને 10.76 લાખ સુધીની ટર્મ લોન મળશે. તો સાથે જ વર્કિંગ કેપિટલ માટે 4.55 લાખ રૂપિયા તમે ફાઇનાન્સ કરાવી શકશો.

    MORE
    GALLERIES

  • 59

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    રો મટેરીયલ: બદામ ક્રીમનું ઉત્પાદન કરવા માટે તમારે પાણી, ઓઇલ, ફેટ, Oleic Acid, Emollients, કલરિંગ એજન્ટ્સ, વેટિંગ એજન્ટ્સ અને પરફ્યુમની જરૂર પડશે. તો ઈન્ડસ્ટ્રીઅલ સેટઅપ માટે તમને ઈન્વેન્ટરી, વર્કશોપ અથવા મેન્યુફેક્ચરિંગ એરિયા, પાવર સપ્લાય યુટિલિટીઝ અને પોલિશિંગ એરિયા માટે જગ્યાની જરૂર પડશે.

    MORE
    GALLERIES

  • 69

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    એટલું જ નહીં ઓફિસના કર્મચારીઓ માટે સુવિધા, ઓફિસ ફર્નિચર માટે બિલ્ડિંગની જગ્યા પણ ખૂબ જ જરૂરી છે. એટલે કે સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઅલ સેટઅપ માટે કુલ 1500-2000 ચોરસ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે.

    MORE
    GALLERIES

  • 79

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    કેટલી થશે કમાણી? - કોઈપણ બિઝનેસમાં કમાણી કેટલી થશે એ સવાલ સતત આપણા દિમાગમાં ફર્યા કરતો હોય છે. ત્યારે KVICના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, બદામ ક્રીમ પ્રોડક્શનથી એક વર્ષમાં કુલ 170.62 લાખ કરોડ જેટલું વેચાણ થશે.

    MORE
    GALLERIES

  • 89

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    જોકે, તેમાંથી ખર્ચને બાદ કરવામાં આવતાં પ્રથમ વર્ષે તમને લગભગ 4.40 લાખ જેટલી કમાણી થશે. જે બાદ દર વર્ષે તમારી કમાણીમાં સતત વધારો થતો રહેશે અને પાંચમા વર્ષે તમે લગભગ 9.50 લાખ જેટલો નફો કમાવામાં સફળ થશો.

    MORE
    GALLERIES

  • 99

    Business Idea: ફક્ત 1.7 લાખમાં શરુ કરો આ બિઝનેસ વર્ષે 10 લાખની કમાણી પાક્કી

    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા કે ખેતીનો આઇડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES