Home » photogallery » બિઝનેસ » 5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

Business Idea: દેશમાં જ નહીં આજે દુનિયામાં પણ આયુર્વેદ અને યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ વગર અનેક સમસ્યાઓની સારવાર કરવાની આ વર્ષો જૂની પદ્ધતિને લોકો પસંદ કરી રહ્યા છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 18

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    આયુર્વેદ અને યોગ આજે દુનિયાભારમાં જાણીતા બન્યા છે. ભારતની આ સદીઓ જૂની ચિકિત્સા પદ્ધતિ તરફ લોકોનો સતત ઝુકાવ વધી રહ્યો છે. તેમજ હવે તો તેના ઉપયગોથી ટેબ્લેટ અને કેપ્સૂલ બનાવવા અંગે દુનિયામાં આ ક્ષેત્રે રિસર્ચ અને ડેવલોપમેન્ટ પણ વધ્યું છે. આજના સમયમાં આયુર્વેદીક ઉત્પાદનો બજારમાં હોટ સેલિંગ પ્રોડક્ટ છે. તો આ ક્ષેત્રે બિઝનેસ કરવો ખૂબ જ ઉત્તમ છે.

    MORE
    GALLERIES

  • 28

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    જો તમે પણ આવો કોઈ બિઝનેસ કરવા માગો છો તો આજે અમે તમને અહીં મેડિકેટેડ ઓઈલ બનાવવા વિશેના કારોબાર અંગે જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસનો સૌથી મોટો ફાયદો એ છે કે સરકાર આ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) અંતર્ગત 90 ટકા સુધીની લોન અને 25 ટકા સુધીની સબસિડી પણ આપે છે.

    MORE
    GALLERIES

  • 38

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ (KVIC)એ મેડિકેટેડ ઓઇલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ વિશે એક રિપોર્ટ આપ્યો છે. તેની પ્રોજેક્ટ કોસ્ટ 5,05,000 રુપિયા છે અને આ માટે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત તમને લોન પણ મળે છે. જેથી તમારે પોતાના ખિસ્સામાંથી તો ફક્ત 50,500 રુપિયા જ કાઢવાના છે, જ્યારે પ્રોજેક્ટ સ્થાપવા માટેના બાકીના 90 ટકા તમને લોન તરીકે મળી જશે.

    MORE
    GALLERIES

  • 48

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    આ પ્રોજેક્ટ કોસ્ટમાં 1000 વર્ગ ફૂટ બિલ્ડિંગ શેડ, મશીનરી અને ઇક્વિપમેન્ટ તેમજ શરુઆતના કેટલાક સમય માટે વર્કિંગ કેપિટલ સહિતના તમામ પાશાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આટલા કોસ્ટમાં તમે વર્ષભરમાં 95500 જેટલી મેડિકેટેડ ઓઇલની બોટલો તૈયાર કરી શકશો. બજાર ભાવ પ્રમાણે જેની કુલ અંદાજીત કિંમત 12,61,000 રુપિયા જેટલી થાય છે.

    MORE
    GALLERIES

  • 58

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    ફિક્સ્ડ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટથી તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન 12.61 લાખ રુપિયા થશે. જ્યારે આ તમામ 95,500 બોટલોને વેચવાથી તમારું અંદાજીત વાર્ષિક વેચાણ 15 લાખ રુપિયા રહેશે. જે સાથે તમને લગભગ 2.39 રુપિયાનો પ્રોફિટ થશે. એટલે કે દર મહિને લગભગ 20 હજાર રુપિયાની કમાણી થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 68

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    હવે તમને થશે કે તમે ક્યારેય આવો બિઝનેસ કર્યો નથી અને પ્રોડક્શનથી લઈને સેલ્સ અંગે કઈ રીતે ખબર પડશે. તો આ માટે પણ સરકાર તમારી સાથે છે. પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત લોન આપવા પહેલા આ બિઝનેસ અંગે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં બિઝનેસની નાનામાં નાની જાણકારીઓ સાથે સાથે મેનેજમેન્ટ અને સેલ્સના કસબ પણ શીખવાડવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 78

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    જો તમારે પણ આ બિઝનેસ શરું કરવો છે તો આ માટે તમે સરકારમાં એપ્લાય કરી શકો છો. આ બિઝનેસ શરું કરવા માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અથવા તો તમારા જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર અથવા ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગના જિલ્લા કાર્યાલયમાં સંપર્ક કરી શકો છો. ઓનલાઈન એપ્લાય માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો.  https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp

    MORE
    GALLERIES

  • 88

    5 લાખના રોકાણવાળો આ બિઝનેસ 50 હજારમાં શરું કરો, બાકીના રુપિયા સરકાર આપશે

    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)

    MORE
    GALLERIES