જો તમે કોઈ સારા વ્યવસાયની શોધમાં છો તો અમે તમને એક સારો બિઝનેસ આઈડિયા બતાવી રહ્યાં છીએ. જેનરિક દવા સ્ટાર્ટઅપ કંપની 'જેનરિક આધાર'માં રોકાણ કરીને તમે દર મહિને સારી કમાણી કરી શકો છો. આ એક ફાર્મસી બિઝનેસ છે. જે કંપની રતન ટાટાના રોકાણ વાળી છે. આ બિઝનેસ ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે. આ કંપનીની ફ્રેન્ચાઈસી દ્વારા સારા એવા રૂપિયા કમાઈ શકો છો.
રતન ટાટાએ કર્યું રોકાણ: સૌવથી મોટી વાત એ છે કે આ કંપનીમાં રતન ટાટાએ પણ સારું એવું રોકાણ કર્યું છે. આ કંપની દવા પર તેમના ગ્રાહકોને 80% સુધીની છૂટ આપી રહી છે. તેમજ દુકાનદારોને 40% માર્જિન આપવામાં આવે છે. જયારે મોટી દવા કંપનીઓ 15-20% સુધીનું વધુ માર્જિન આપે છે. આ કંપની 1000 જેટલી જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવે છે. કંપની એ લોકો સાથે પણ બિઝનેસ કરે છે કે જેમને પહેલાથી મેડિકલ સ્ટોર છે અને તેની સાથે બિઝનેસ કરે છે કે જેઓ નવો સ્ટોર ઓપન કરવા માંગે છે.
ફ્રેંચાઈઝી માટે: જે તમે પણ જેનરિક દવા માટે રિટેલ સ્ટોર ખોલવાનું વિચારી રહ્યા છો તો તમારે કંપનીની ઓફિશ્યિલ વેબસાઈટ genericaadhaar.com પર વિઝીટ કરવાની રહેશે. ત્યારબાદ બિઝનેસ ઓપ્પોરચુનિટી પર ક્લિક કરો. તમારી સ્ક્રીન પર ઓનલાઇન ફોર્મ જોવા મળશે. તેમાં નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સહિતની જરૂરી જાણકારી એન્ટર કરીને સબમિટ કરી દયો.
આ ફ્રેન્ચાઇઝી એ દરેક લોકોને મળશે કે જેઓ પહેલાથી મેડિકલ સ્ટોર ધરાવે છે અથવા તો નવો સ્ટોર ઓપન કરવા માગે છે. જો તમે આ કંપનીની ફ્રેન્ચાઇઝી લ્યો છો તો તમને કંપની તરફથી તમને GAનો બ્રાન્ડ લોગો, બ્રાન્ડિંગ મટીરીયલ, ઇનહાઉસ પ્રોડક્ટ્સ અને મેડિસિન માટે સોફ્ટવેર આપવામાં આવશે. આ માટે તમારે ડ્રગ લાઇસન્સની પણ જરૂરિયાત રહેશે.