આ પ્રકારની ખેતીમાં ફક્ત બીજ માટેનો ખર્ચ વધારે આવે છે. જોકે તેની વેચાણ કિંમત ખાસ્સી હોવાથી આ ખર્ચ ખૂબ જ સામાન્ય લાગે છે. વાત કરીએ નફાની તો કાળા ટમેટાંની ખેતીમાં તમામ ખર્ચને કાઢી નાખીએ તો પ્રતિ હેક્ટર 4-5 લાખનો નફો થાય છે. આ ઉપરાંત તેના પેકેજિંગ અને બ્રાન્ડિંગ દ્વારા નફો વધારી શકાય છે.