નવી દિલ્હીઃ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ યૂનિયન બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ તૈયાર કરનારી નાણા મંત્રીની મુખ્ય ટીમમાં નાણા મંત્રાલયના બ્યૂરોકેટ્સ સામેલ છે. નાણા મંત્રાલયના અંતર્ગત 6 વિભાગ આવે છે. જેમાં આર્થિક બાબતોનો વિભાગ, ખર્ચ, આવક, રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગ, નાણાકીય સેવા અને જાહેર સાહસોના વિભાગનો સમાવેશ થાય છે.
સંજય મલ્હોત્રા રેવન્યૂ વિભાગના વડા છે. તેઓ રાજસ્થાન કેડરની 1990ની બેચના આઈએએસ અધિકારી છે. મલ્હોત્રા આ વર્ષે ઓક્ટોબરથી રેવન્યૂ વિભાગમાં વિશેષ કાર્ય અધિકારીની રૂપમાં કાર્યરત છે. રેવન્યૂ સચિવ તરીકે મલ્હોત્રા કર આવકના અંદાજો અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરને લગતી અલગ-અલગ જાહેરાત કરવામાં નાણામંત્રીની મદદ કરશે.