ખુશખબર! સોનાના ભાવ ઘટી શકે છે, Gold Price ઘટે તે માટે સોના-ચાદીની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાની બજેટમાં જાહેરાત
આજે કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં ભારે ઘટાડો જાહેર કર્યો છે. જાણો પહેલાં કેટલી ડ્યૂટી હતી અને હવે કેટલી લાગશે


સોનામાં (gold) રોકાણ કરનારા લોકો માટે આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ખુશખબરી આવી છે. સરકારે સોનામાં અને ચાંદીમાં લાગતી (Gold and Silver Custom Duty) કસ્ટમ ડ્યૂટીમાં ભારે ઘટાડો કર્યો છે. ગત વર્ષે ઉંચકાયેલા સોનાના ભાવના કારણે માર્કેટમાં ખરીદીનો ઘટાડો થયો છે તેવામાં સોનાની ખરીદીને વેગ મળે તે માટે આ ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના પગલે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં ઘટાડો (gold price) જોવા મળી શકે છે.


કેમ આવી સોના-ચાંદીમાં તેજી? : નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવતા તેની અસર ભારતીય બજારોમાં પડી હતી. અમેરિકી ડોલરની તુલનાએ રૂપિયો 21 પૈસા મજબૂત થયો હતો. ડોલરની તુલનાએ રૂપિયો 73.28ના સ્તરે પહોંચ્યો હતો. દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને રોકાણકારોમાં ચિંતાનો માહોલ બનેલો છે. આવી સ્થિતિમાં તેઓ સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


આ કસ્ટમ ડ્યૂટીના ઘટાડા કારણે ગોલ્ડ એક્સચેન્જ અને ફન્ડમાં રોકાણ વધશે. ઘટાડાની જાહેરાત થવાની સાથે એપ્રિલ વાયદાના (Gold MCX april) સોનાના ભાવમાં 3.01 ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ 48,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. ગોલ્ડ ઈટીએફની કિંમતમાં પણ ઘચટાડો આવ્યો હતો.


આંતરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ સ્પોટ પ્રાઇઝનો ભાવ 1869 ડૉલર પ્રતિ ઔસ રહ્યો હતો. વર્ષ 2019માં સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હતો જે અગાઉ 10.00 ટકા જેટલી હતી તે વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી.


વર્ષ 2020માં દેશમાં સોનાની માંગમાં 35 ટકાનો કડાકો બોલી ગયાના અહેવાલ છે. વર્ષ 2019માં દેશમાં 690.4 ટન સોનું વેચાયું હતું જ્યારે વર્ષ 2020માં કોવીડ અને ભાવ વધારાના કારણે 446.4 ટન સોનાનું વેચાણ થયું છે. આના કારણે કુલ જ્વેલરીની ડિમાન્ડ પણ 544.6 ટન વર્ષ 2019ની હતી તે ઘટની વર્ષ 2020માં 315.9 ટન રહી હતી.