

નવી દિલ્હીઃ રોકાણકારોના હિતની રક્ષા માટે મુખ્ય શૅર બજારો બીએસઈ (BSE) અને એનએસઈ (NSE)એ તેમને સલાહ આપી છે કે તેઓ લગભગ 480 ઇલિક્વિડ શૅરો (Illiquid Stocks)માં ખરીદ-વેચાણ કરતી વખતે વધુ તકેદારી રાખે. ઇલિક્વિડ શૅરોમાં મર્યાદિત વેપાર હોય છે અને તેને સરળતાથી વેચી નથી શકાતા. આ શૅર ભારે જોખમવાળા હોય છે અને તેની સામે રોકડ રકમ મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે. બંને શૅર બજારોએ એક સમાન પરિપત્રોમાં કહ્યું કે આ શૅરોમાં ખરીદ-વેચાણ કરતાં પહેલા ઊંડી જાત તપાસ કરવાની જરૂર છે.


480 શૅરોમાં રોકાણ ન કરોઃ BSE પર આવા 440 શૅર અને NSE પર આવા 38 શૅર સૂચીબદ્ધ છે જ્યાં વધુ ઊંડી તપાસ કરવાની જરૂરિયાત છે.


આ શૅરોમાં શ્યામ ટેલીકૉમ, ગ્લોબોલ ઓફશોર સિર્વિસિસ, ડીસીએમ ફાઇનાન્સ સર્વિસિસ, ક્રિએટિવ આઈ અને નેશનલ સ્ટીલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે.


એક્સચેન્જોએ કહ્યું છે કે, જાન્યુઆરીથી માર્ચની ટ્રેડિંગ એક્ટિવટીના આધારે 13 એપ્રિલથી આ સ્ક્રીપ્ટ્સના ટ્રેડીંગ કૉલ ઓક્શન મિકેનિઝમમાં હશે. સિક્યોરિટીઝને કૉલ ઓક્શન મિકેનિઝમમાં નાખવાના માપદંડ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ના પરામર્શથી નક્કી થયા છે.