

દેશની અનેક કંપનીઓએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે પોતાની બ્રાન્ડ વેલ્યૂ બરકરાર રાખી છે. આવી જાણીએ દેશની ટૉપ 5 બ્રાન્ડ વિશે જેની માર્કેટ વેલ્યૂ અનેક અબજો રૂપિયા છે.


બ્રાન્ડ 75ના રિપોર્ટ મુજબ, HDFC દેશની સૌથી ભરોસાપાત્ર અને વેલ્યૂવાળી બ્રાન્ડ છે. 1994માં સ્થાપિત થયેલી એચડીએફસીની વેલ્યૂ 1612.05 અબજ રૂપિયા છે.


રિપોર્ટ મુજબ, દેશની બીજા નંબરની સૌથી વધુ વેલ્યૂવાળી બ્રાન્ડ LIC છે. તેની સ્થાપના 1956માં થઈ હતી. આજે તેની વેલ્યૂ 1429 અબજ રૂપિયાથી વધુ છે.


દેશની ત્રીજી સૌથી વધુ વેલ્યૂવાળી બ્રાન્ડ ટાટા કન્સ્લટન્સી છે. તેની સ્થાપના 1961માં થઈ હતી. તેની વેલ્યૂ 1289.43 અબજ રૂપિયા છે.


ચોથી સૌથી વધુ વેલ્યૂવાળી બ્રાન્ડમાં ટેલીકૉમ કંપની ઍરટૅલનું નામ આવે છે. તેની સ્થાપના 1995માં થઈ હતી. 2018માં તેની વેલ્યૂ 730.30 અબજ રૂપિયા હતી.


સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયા દેશની સૌથી ટૉપ પાંચમી બ્રાન્ડ છે. રિપોર્ટ મુજબ 2018માં તેની વેલ્યૂ 596.96 અબજ રૂપિયા હતી.