નવી દિલ્હીઃ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. એવામાં જો તમે ખેતી દ્વારા રૂપિયા કમાવવા માંગો છો, તો આજે અમે તમને એક જોરદાર આઈડિયા બતાવવા જઈ રહ્યા છીએ. આ પાકને ઉગાડીને તમે માલામાલ થઈ શકે છે. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ કાળી હળદરની વિશે. કાળી હળદર ઘણા બધા ઔષઘિય ગુણોથી ભરપૂર હોય છે. તેના ઔષધીય ગણોને કારણે જ તેની કિંમત ઘણી વધારે હોય છે.
આવી રીતે કરો કાળી હળદરની ખેતી - કાળી હળદરની ખેતી માટે લોમી લોમ માટી સારી માનવામાં આવે છે. તેની ખેતી કરતા સમયે ધ્યાન રાખો કે, ખેતરમાં વરસાદનું પાણી ન રહે. એક હેક્ટરમાં કાળી હળદરના લગભગ 2 ક્વિન્ટલ બીજ વાવી શકાય છે. તેના પાકને વધારે સિંચાઈની જરૂર હોતી નથી. જ્યારે આમાં જંતુનાશકની પણ જરૂર પડતી નથી. જૂનનો મહિનો તેની ખેતી માટે યોગ્ય માનવામાં આવે છે. જો કે, સારા ઉત્પાદન માટે ખેતીની પહેલા જ સારી માત્રામાં છાણનું ખાતર નાખવાથી હળદરનું ઉત્પાદન સારું થઈ શકે છે.
ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે વધી માંગ - કાળી હળદરનો ઉપયોગ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ કરવામાં આવે છે. કોરોના પછે તેની માંગમાં ઘણો વધારો થયો છે. કાળી હળદન તેના ઔષધીય ગુણોના કારણે માંગમાં રહે છે. માર્કેટમાં સામાન્ય પીળી હળદરની કિંમત 60થી 100 રૂપિયા પ્રતિ કિલો હોય છે, જ્યારે કાળી હળદરની કિંમત 500થી 4,000 રૂપિયા અને તેનાથી વધારે હોય છે. વર્તમાન સમયમાં તેની માંગ એટલી વધારે છે કે, તે માર્કેટમાં મળવી પણ મુશ્કેલ છે.