

બીરા91 (Bira91) ના ફાઉન્ડર અંકુર જૈન એક તેવા વ્યક્તિ છે જે તેમની ક્રિએટીવ વિચાર અને ચોંકવનારા નિર્ણયો માટે જાણીતા છએ. બીરા 91નો ફસ્ટ પ્રોડ્ક્શન મધ્યપ્રદેશ અને નાગપુરમાં થયું હતું. અને ખાલી ચાર વર્ષમાં તે ભારતના 15 થી વધુ શહેરોમાં વહેંચાઇ રહ્યું છે. વર્ષ 2015માં શરૂ થયેલી આ કંપનીની હાલ વેલ્યુએશન 24.6 કરોડ ડોલર એટલે કે 1722 કરોડ રૂપિયા છે.


ઉલ્લેખનીય છે કે વેપાર શરૂ કરવાની સાથે જ પિતાએ વાત કરવાની છોડી દીધી હતી. તેમના પિતા નહતા ઇચ્છતા કે પુત્ર દારૂના ધંધામાં પગ જમાવે. પણ તેમની સફળતાના કારણે તેમણે પાછો પિતા અને પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. અંકુર જૈનએ શિકાગોથી કોમ્પ્યૂટર સાઇન્સનું ગ્રેજુએશ કર્યું છે. તેમને બીયર સેક્ટરમાં અનેક સંભાવનાઓને દેખતા તે વેપાર શરૂ કરવાનું વિચાર્યું.


બીરા 91ના પાર્ટફોલિયોમાં બીરા વ્હાઇટ, બીરા બ્લોન્ડ, બીરા લાઇટ, બીરા સ્ટ્રોંગ, ધ ઇન્ડિયન પેલ એલે, અને હાલમાં જ લોન્ચ થયેલ બૂમ ક્લાસિક અને બૂમ સ્ટ્રોગ સમેત 7 બ્રાંડ છે. તેણે કર્ણાટકમાં કિંગફિશર, યુબી એક્સપોર્ટ સ્ટ્રોંગ, કાર્લ્સબર્ગ એલિફે્ન્ટ જેવી બ્રાન્ડને ટક્કર આપે છે. લોન્ચ પછી 12 સપ્તાહમાં જ બીરાના 5 લાખ કેસ વહેંચાયા છે. અને હવે દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, આંધ્રમાં પણ કંપનીનો માલ મોટા પ્રમાણમાં વહેંચાઇ રહ્યો છે.


2007માં ન્યૂયોર્કથી પરત ફરીને જૈન જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની પાસે વેપારનો કોઇ અનુભવ નહતો. 2015માં તેમણે દેશના યુવાઓના ટેસ્ટ અને ફ્લેવરને ધ્યાનમાં રાખી તેવો પ્રોડક્ટ લોન્ચ કર્યો કે જે બે વર્ષમાં ભારતનું ફેવરેટ બીયર બ્રાંડ બની ગયો. વળી જે સમયે બીરા લોન્ચ થઇ ત્યારે કિંગફિશર બજારમાં મોટી બ્રાન્ડ હતી. જૈનને શ્રેષ્ઠ ઇન્ટરનેશન બીયર બ્રાંડોના પેકેજિંગ અને ક્વોલિટીનો ખ્યાલ રાખી બીરા91 લોન્ચ કર્યું હતું. અને તે શરૂઆતથી જ હીટ ગઇ. બીરા 91માં 91 ભારતનો કંટ્રી કોડ છે. અને કંપનીની મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન્દોર અને નાગપુરમાં છે. લોકો મોટો પ્રમાણમાં બીરા સ્ટ્રોંગને પસંદ કરી રહ્યા છે.