નવી દિલ્હીઃ દેશભરમાં જૂની પેન્શન યોજનાને લઈને ઘણા પ્રકારની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને લાગૂ કરવામાં આવી રહી છે. જ્યારે, ઘણા રાજ્યોમાં તેને લઈને સ્પષ્ટ રીતે ઈનકાર કરી દેવામાં આવ્યો છે. નવી અને જૂની પેન્શન યોજના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને કહ્યું કે, સરકારી ખર્ચામાં ઘટાડો આવશે, પરંતુ ભવિષ્ય માટે જવાબદારીઓ વધી જશે.
<br />ઈન્ટરવ્યૂમાં આપી મોટી જાણકારી - રઘુરામ રાજને બેંકોને પણ એલર્ટ કરી કે, રિટેલ લોન પર વધુ ઝુકાવ ન કરવામાં આવે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ઉપરાંત એક ઓનલાઈન પોર્ટલને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, નવી પેન્શન યોજનાને અપનાવવી યોગ્ય છે, કારણ કે જૂની પેન્શન યોજનામાં ભારે જવાબદારીઓ બની ગઈ હતી અને આ સમયે જે પણ રાજ્યો જૂની પેન્શન યોજનાએ અપનાવી રહ્યા છે, તેમને આવનારા સમયમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
બેંક લોન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરે- રાજનની ટિપ્પણી એવા સમયમાં આવી છે, જ્યારે ભારતીય બેંકોએ જથ્થાબંધ લોનની તુલનામાં રિટેલ સંપત્તિમાં ભારે ઉછાળો જોયો છે. તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, બેંકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન આપવામાં સામેલ બધા જ જોખમોની તપાસ કરવી જોઈએ. પૂર્વ બેંકરે કહ્યુ કે, 2007 અને 2009ની વચ્ચે આરબીઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોનની તરફ આગળ વધી હતી. જો કે ત્યારબાદ તેમાં સમસ્યાઓ સામે આવી હતી