

નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways) કોરોના સંકટની વચ્ચે પોતાની કમાણીમાં વધારો કરવા માટે ટ્રેન પેસેન્જર્સ (Passengers)ને મોટો આંચકો આપવાની તૈયારી કરી રહી છે. તેના માટે રેલવે દેશના કેટલાક ખાસ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નો ભાવ બમણો કરવા પર વિચાર કરી રહી છે. મોટાભાગના સ્ટેશનો પર હાલમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 10 રૂપિયા છે, જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


આ ઉપરાંત યૂઝર્સ ડેવલપમેન્ટ સ્કીમ (UDF Scheme) પણ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ નવેમ્બર 2020માં દેશના 121 સ્ટેશનો પર યૂડીએફ લાગુ કરી દેવામાં આવશે. આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


દેશના 1050 સ્ટેશનો પર પેસેન્જર્સ પાસેથી વસૂલવામાં આવી શકે છે યૂઝર ચાર્જ - રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ વિનોદ કુમાર યાદવ (V K Yadav)એ 18 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે એરપોર્ટ્સ પર વસૂલવામાં આવી રહેલા યૂઝર ચાર્જની જેમ કેટલાક સ્ટેશનો પર પેસેન્જર્સ પાસેથી યૂઝર ચાર્જ લેવામાં આવશે. ભારતીય રેલવેએ કહ્યું હતું કે કુલ રેલવે સ્ટેશનોના 10થી 15 ટકા સ્ટેશનો પર યૂઝર ચાર્જ લેવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)


સાથોસાથ રેલવે બોર્ડના ચેરમેન અને સીઇઓ વિનોદ કુમાર યાદવે જણાવ્યું કે 1050 સ્ટેશનો પર પેસેન્જરોનો ફુટફોલ વધારવામાં આવશે. ફુટફોલ વધારવાથી સ્ટેશનોની ક્ષમતા વધારવા માટે પુનર્નિર્માણ (Railway Station Redevelopment) કરવામાં આવશે. આ સ્ટેશનો પર યૂઝર ચાર્જ લેવામાં આવશે. નોંધનીય છે કે, દેશભરમાં લગભગ 7000 રેલવે સ્ટેશન છે. (પ્રતીકાત્મક તસવીર)


પ્રાઇવેટ કંપનીઓ રિ-ડેવલપમેન્ટ પર કરશે 50 હજાર કરોડનું રોકાણ - ઈન્ડિયન રેલવે હાલમાં પ્રાઇવેટ કંપનીઓની સાથે મળી ઝડપથી રિ-ડેવલપમેન્ટનું કામ કરી રહી છે. આ સ્ટેશનોની સાફ-સફાઈ, રિનોવેશન, મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ વર્ક પ્રાઇવેટ કંપનીઓ કરી રહી છે. પ્રાઇવેટ કંપનીઓ સ્ટેશનોને રિ-ડેવલપમેન્ટમાં 50 હજાર કરોડ રૂપિયા રોકાણ કરશે. (પ્રતીકાત્મક તસવીર)


બિડિંગ ડોક્યૂમેન્ટમાં યૂઝર્સ ફી (Railway Users Fee) પણ સામેલ કરવામાં આવી છે જેથી વધુ રોકાણ આકર્ષિત કરી શકાય. નાગપુર, નેલ્લોર, પુડ્ડુચેરી, દેહરાદૂન, ગ્વાલિયર સ્ટેશનો માટે યૂઝર્સ ફીનો પ્રસ્તાવ છે. મળતી માહિતી મુજબ આ સ્ટેશનો માટે ટ્રેન ટિકિટનું ભાડું (Train Ticket) પણ વધારવામાં આવશે. યૂઝર્સ ચાર્જને શરૂઆતમાં 121 સ્ટેશન પર લાગુ કરવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)