નવી દિલ્હીઃ બેન્કમાં નોકરી કરી રહેલા કર્મચારીઓ (Bank Employee) માટે મોટી ખુશખબર આવી છે. પગારને લઈ બુધવારે બેન્ક યૂનિયન UFBU (United Forum of Bank Unions) અને IBA (Indian Bank Association)ની વચ્ચે સહમિત સધાઈ ગઈ. આ બેઠકમાં બેન્કકર્મીઓનો પગાર 15 ટકા વધારવાનો નિર્ણય લેવાયો છે. એરિયર નવેમ્બર 2017થી મળશે. આ રકમ લગભગ 7898 કરોડ રૂપિયા થશે.