

કોરોનના (Covid 19) કારણે મોટાભાગની કંપનીઓ હવે ડિઝિટલ વેપાર તરફ આગળ વધી રહી છે. તેમાં આઇટી પ્રોફેશનલની (Demand of IT Professionals Increasing) માંગ વધી છે. એક અનુમાન મુજબ આ વર્ષે આઇટી કંપનીઓ (IT Companies) 1 લાખથી વધુ ભરતી કરી શકે છે. આ વાત ગાર્ટનરની જોબ સીક સર્વેમાં બહાર આવી છે. આ સર્વે મુજબ IT પ્રોફેશનલની માંગ 21 ટકા વધી છે.


આ વર્ષે કંપનીઓ પોતાનો IT ખર્ચ 3.4 ટકા વધારી રહી છે. IT કંપનીઓ આ વર્ષે 1 લાખ નવી નોકરીઓ શોધી રહી છે. ગાર્ટનરના આ સર્વે મુજબ કેમ્પસ રિક્રૂટમેન્ટમાં પણ વધારો થયો છે. અને આ સર્વે મુજબ TCSમાં 40,000, ઇન્ફોસિસમાં 20,000 અને HCL Technologiesમાં 15,000 નોકરી મળી શકે છે.


Startupsમાં સરળતાથી ફંડ મેળવવા માટે સરકારે ખાસ સ્કીમ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સીએનબીસી આવાજની એક્સક્લૂસિવ જાણકારી મુજબ નવી સ્કીમ, નાના વેપારીઓને આપતી ક્રેડિટ ગેરંટી સ્કીમ જેવી હશે. આ સ્કીમમાં See Fund એટલે કે ફંડ પર ફોકસ હશે.


સુત્રોના જણાવ્યા મુજબ આ સ્કીમમાં ફંડ ઓફ ફંડ સ્કીમની અરજીમાં વધારો થઇ શકે છે. સુત્રોથી પ્રાપ્ત જાણકારી મુજબ આ પ્રસ્તાર પર નાણાં અને ઉદ્યોગ મંત્રાલયમાં ચર્ચા ચાલુ છે