અદાણી એન્ટરપ્રાઇઝિસને રાહત આપતાં, NSE દ્વારા તેના શેરને વધારાના મોનિટરિંગની લિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આના કારણે શેરના ટ્રેડિંગ પર લાદવામાં આવેલી મર્યાદા દૂર કરવામાં આવશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી એન્ટરપ્રાઈઝને ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ મેઝર્સ એટલે કે એએસએમ ફ્રેમવર્કમાંથી દૂર કર્યા છે.
શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરીના અંતમાં અદાણી ગ્રૂપ સામે બહાર પાડવામાં આવેલા વિવાદાસ્પદ અહેવાલના પગલે ગ્રુપના શેર્સમાં મોટા પાયે ઘટાડો થયો હતો અને રોકાણકારોને એક મહિનામાં ભારે નુકસાન થયું હતું. અદાણી ગ્રૂપના જુદા જુદા શેર્સના કુલ બજાર મૂલ્યમાં ઓછામાં ઓછું 50 ટકાનું નુકસાન થયું હતું.