Home » photogallery » બિઝનેસ » લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

આઈપીઓમાં જો ઈન્ફોલિન રિસર્ચ સર્વિસિઝના શેર 82 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે અને 40 રૂપિયાનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બની રહે છે, તો કંપનીના શેર 122 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

  • 15

    લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

    નવી દિલ્હીઃ વધુ એક કંપનીનો IPO આવી રહ્યો છે. આ કંપની ઈન્ફોલિયન રિસર્ચ સર્વિસિઝ લિમિટેડ છે. કંપનીનો આઈપીઓ 29મે 2023થી ઓપન થશે અને 31 સુધી દાવ લગાવી શકાશે. ઈન્ફોલિયન રિસર્ચ સર્વિસિઝ આઈપીઓ દ્વારા 21.45 કરોડ રૂપિયા એકત્રિત કરશે. કંપનીના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 80-82 રૂપિયા છે.

    MORE
    GALLERIES

  • 25

    લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

    40 રૂપિયા પર પહોંચ્યું શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ- ઈન્ફોલિયન રિસર્ચ સર્વિસિઝ ના શેરોને ગ્રે માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. કંપનીનો આઈપીઓ હજુ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો પણ નથી અને કંપનીના શેરોનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયા પર પહોચી ગયું છે.

    MORE
    GALLERIES

  • 35

    લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

    આઈપીઓમાં જો ઈન્ફોલિન રિસર્ચ સર્વિસિઝના શેર 82 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે અને 40 રૂપિયાનું ગ્રે માર્કેટ પ્રીમિયમ બની રહે છે, તો કંપનીના શેર 122 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે, લિસ્ટિંગવાળા દિવસે જ રોકાણકારોને 49 ટકાનો ફાયદો થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

    IPOમાં 1600 શેરોનો એક લોટ- આઈપીઓમાં શેરોનું એલોટમેન્ટ 5 જૂન 2023ના રોજ ફાઈનલ થઈ શકે છે. જ્યારે, કંપનીના શેર 8 જૂન 2023ના રોજ એક્સચેન્જ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. આઈપીઓમાં રિટેલ રોકાણકારો 1 લોટ માટે અપ્લાય કરી શકે છે. એક લોટમાં 1600 જેટલા શેર છે. એટલે કે, રોકાણકારોને ઓછામાં ઓછા 131,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાર્થ નેટવર્થ ઈન્ડીવિઝ્યુઅલ્સ 2 લોટ એટલે કે 3200 શેરો માટે અરજી કરી શકે છે. એટલે કે, HNIને 262,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

    MORE
    GALLERIES

  • 55

    લોન્ચિંગ પહેલા જ તેજીમાં આ કંપનીનો IPO, 2 દિવસ પછી થશે ઓપન; ભારે કમાણી કરાવી શકે

    (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES