<br />ભેંસે તોડ્યો રેકોર્ડ - હાલમાં જ આંધ્રપ્રદેશમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મુર્રાહ નસ્લની 4 વર્ષની ભેંસે દૂધ પ્રોડક્શનમાં રેકોર્ડ બનાવ્યો છે. આ ભેંસ દરેક દિવસે 26.59 લીટર દૂધ આપે છે. ભેંસના માલિક મુથ્યાલા સત્યનારાયણે 8 વર્ષ પહેલા તેલંગણા રાજ્યના નિજામાબાદથી મુર્રાહ જાતિની ભેંસ ખરીદી હતી, જે દરરોજ 26.58 લીટર દૂધ આપતી હતી. આ પ્રોડક્શનના મામલે રેકોર્ડ હતો. ભેંસે ચાર નર ભેંસ અને બે માદા ભેંસોને જન્મ આપ્યો હતો. કિસ્સા અંગે મુથ્યાલા સત્યનારાયણે ન્યૂઝ 18ને જણાવ્યું કે, વીર્ય સંગ્રહ કેન્દ્રના અધિકારી બે નર ભેંસોને લઈ ગયા અને બાકી બે નર ભેંસો અને બે માદા ભેંસો તેમની સાથે જ રહી. એક માદા ભેંસ ચાર વર્ષની થવા પર તેની માંથી વધારે દૂધ આપવા લાગી.
ચાર વર્ષની ભેંસ દર રોજ 26.59 લીટર દૂધનું ઉત્પાદન નોંધાવ્યુ. જો તમે પણ આવી જ કોઈ ગાય કે ભેંસ ખરીદી લો છો, તો તમને પણ નફો થશે. રોજ સવારે-સવારે દૂધ વેચીને તમારી સારી કમાણી પણ થઈ જશે. સત્યનારાયણે કહ્યું કે, ભેંસને મકાઈ, અંજીર અને થૂલું ખવડાવવા પર 500 રૂપિયા ખર્ચ થાય છે. તમે પણ આવું જ કરીને સારી કમાણી કરી શકો છો.