કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડ: સ્મોલ કેપ કેટેગરીમાં કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડ ટોચ પર છે. ક્રિસિલે તેને નંબર 1 ગણાવ્યું છે. આ ફંડે 1 વર્ષમાં 8.33% વળતર આપ્યું છે અને 3 વર્ષ માટે ફંડે વાર્ષિક 37.48% વળતર આપ્યું છે, જે ખૂબ સારું ગણાય છે. કેનેરા રોબેકો સ્મોલ કેપ ફંડના કેટલાક મોટા હોલ્ડિંગ્સમાં સિટી યુનિયન, સેરા સેનિટરીવેર, KEI ઈન્ડસ્ટ્રીઝ, કેન ફિન હોમ્સ વગેરે જેવા નામોનો સમાવેશ થાય છે. ફંડ સ્મોલ કેપ્સમાં અંદાજે 55% એક્સ્પોઝર ધરાવે છે, જ્યારે ઇક્વિટીમાં તેના કુલ એક્સ્પોઝરના 95% રોકાણ છે. આ રોકાણ માત્ર હાઈ રિસ્ક લેવા માગતા લોકો માટે જ યોગ્ય છે.
એક્સિસ મિડકેપ ફંડ, ડાયરેક્ટ, ગ્રોથ: એક્સિસ મિડકેપ ફંડ (ડાયરેક્ટ, ગ્રોથ)ને મોર્નિંગસ્ટાર દ્વારા 5-સ્ટાર રેટિંગ અપાયા છે. આ ફંડનું રોકાણ મોટાભાગે મિડકેપ શેરોમાં થાય છે. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સરખામણીએ આ ફંડ થોડું જોખમી ગણાય છે. વેલ્યૂ રિસર્ચએ પણ આ ફંડને 5-સ્ટાર રેટિંગ આપ્યું છે. ફંડમાં રૂ. 500 જેટલી ઓછી રકમથી SIP શરૂ કરી શકાય છે. ફંડ પાસે આઈસીઆઈસીઆઈ બેંક, ચોલામંડલમ, ટ્રેન્ટ, ઇન્ડિયન હોટેલ્સ વગેરે જેવા શેરોમાં હોલ્ડિંગ છે. ફંડમાંથી 3 વર્ષનું વળતર વાર્ષિક ધોરણે 18.94% રહ્યું છે, જે ખૂબ સારું છે. સામાન્ય રીતે આટલું વળતર લાંબા ગાળે વધુ સારું થઈ શકે છે અને SIP માં રોકાણ કરીને જોખમને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે.
એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ: આ ફંડને ક્રિસિલે 5-સ્ટાર રેટિંગ આપ્યું છે. ફ્લેક્સી કેપ ફંડ્સ વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનની કંપનીઓમાં રોકાણ કરે છે, જોકે સામાન્ય રીતે લાર્જ કેપ શેરોમાં તેમનું નોંધપાત્ર એક્સપોઝર હોય છે. તમે દર મહિને રૂ. 100 ના નાના રોકાણ સાથે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડમાં SIP શરૂ કરી શકો છો. વાર્ષિક ધોરણે, ફંડે 3 વર્ષમાં 19% વળતર આપ્યું છે, જ્યારે વાર્ષિક ધોરણે 5-વર્ષનું વળતર 11.91% છે. ફંડના પોર્ટફોલિયોમાં સ્થાન મેળવતા સ્ટોક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક અને NTPC જેવા નામોનો સમાવેશ થાય છે. આ ફંડને તેની કેટેગરીમાં 5-સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.
ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ: સ્મોલ કેપ કેટેગરીમાં ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ સારું રેટિંગ ધરાવે છે. તેને વેલ્યુ રિસર્ચ અને મોર્નિંગસ્ટાર દ્વારા 5-સ્ટાર તેમજ ક્રિસિલ દ્વારા નંબર 1 રેટ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં ક્વોન્ટ સ્મોલ કેપ ફંડનું વાર્ષિક વળતર 52% રહ્યું છે. ક્વોન્ટ સ્મોલ કેપ ફંડમાં SIP એ છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 50% વાર્ષિક વળતર આપ્યું છે. ફંડ પાસે ITC, IRB ઇન્ફ્રા, RBL બેંક વગેરે જેવા શેરોનું એક્સ્પોઝર છે. ફંડે તેની કેટેગરીમાં તેના સાથીદારો કરતાં વધુ સારું વળતર આપ્યું છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ ખૂબ જ સારું ફંડ છે.