Maruti Alto 800 : સૌથી પહેલા વાત કરીએ દેશમાં સૌથી વધુ વેચાતી અને દેશના સૌથી મોટા કાર નિર્મતા કંપની મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક કાર મારુતિ અલ્ટો 800ની. લાંબા સમયથી આ કાર વેચાય છે અને લાંબા સમયથી આ વેચાણ મામલે લોકોની પહેલી પસંદ બનેલી છે. આ એક બજેટ કાર છે. વળી તે સીએમજી વેરિયન્ટમાં પણ છે. અને માઇલેજ પર સારી આપે છે.
Redi Go આ બજેટમાં તમને ડસટનની રેડી ગો કાર પણ ખરીદી શકો છો. તેમાં 799 સીસી પેટ્રોલ એન્જિન છે. રેડી ગો ચાર વેરિયન્ટમાં લોન્ચ થઇ છે. તેનું બેઝ 0.8 વેરિયન્ટની કિંમત 2.83 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં 999 સીસી એન્જિન ઓપ્શનમાં પણ મળે છે. જ્યારે રેડીકોની એટીએમ એટલે કે એટોમેટિક વર્ઝન 4.77 લાખ રૂપિયા એક્સ શોરૂમ પ્રાઇઝ છે. આ કાર 5 રંગોમાં મળે છે. અને 2020માં રેડી ગો ફેસલિફ્ટમાં 0.8 લીટર અને 1.0 લીટર પેટ્રોલ એન્જિન પણ આપી છે.
Renault Kwid રેનોલ્ટની આ હેચબેક કાર લોકપ્રિય છે. તે બે એન્જિનમાં મળે છે. તેનું 0.8 લીટરની ક્ષમતાનું એન્જિન 54 PSની પાવર અને 72NMનું ટોર્ક જનરેટ કરે છે. આ કારની કિંમત 2.92 થી લઇને 5.01 લાખ રૂપિયાની વચ્ચે છે. સામાન્ય રીતે 24 કિલોમીટર પ્રતિલિટરની માઇલેજ આપે છે. અને હાલમાં જ કંપનીએ કારનું અપટેડ મોડેલે બજારમાં મૂક્યું છે.
Maruti Suzuki Wagon R - મારુતિની જ વેગેનાર પણ સારી ગાડી છે અને લોકો વચ્ચે લોકપ્રિય છે. તેની દિલ્હીના શોરૂમની કિંમત 4.45 લાખ રૂપિયા છે. મારુતિની નવી વેગેનાર બે એન્જિન, સાત વેરિયંટ અને 6 કલર ઓપશનમાં બજારમાં મળે છે. વેગેનાર એક સ્વિફ્ટ વાળી કે સીરીઝ 1.2 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 83hp ના પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. બીજું જૂની વેગેનારનું મોડેલ છે.
Maruti Suzuki S presso - મારુતિ સુઝિકીની એક્સપ્રેસોની કિંમત 3.69 લાખ રૂપિયા છે. તે ચાર વેરિયન્ટમાં આવે છે. અને તે મારુતિની નાની એસયુવી કારોમાંથી જે 6 સ્પોર્ટી રંગોમાં ઉપલબ્ધ છે. વળી આના ટોપ વેરિયન્ટમાં ઓટોમેટડ મેન્યુઅલ ટ્રાસમિશનનો પણ ઓપશન છે. માઇલેજની વાત કરીએ તો 21.4 કિલોમીટર અને ટોપ વેરિયન્ટમાં માઇલેજ 21.7 કિલોમીટર પ્રતિ લીટર છે. તો જો તમે પણ દશેરા પર ગાડી લેવાનું વિચારી રહ્યા હોવ તો આ છે સારા ઓપ્શન