મુંબઈ: ચાલુ વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆત સાથે જ રજાઓની સિઝન (Holiday Season) પણ શરૂ થઇ રહી છે. કોરોના મહામારી (Covid-19) અને લોકડાઉન (Lockdown)થી કંટાળી ચૂકેલા મોટાભાગના લોકો હાલ રજાઓ માણવા અવનવા સ્થળો (Travel Spot) અને બેસ્ટ ટ્રાવેલ ઓફર્સ (Best Travel Offers) શોધી રહ્યા હશે. જો તમે પણ સસ્તામાં અને શ્રેષ્ઠ ઓફર્સ સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમે તમને અમુક ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ (Travel Credit Card) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે હાલ ડોમેસ્ટિક (Domestic) અને ઇન્ટરનેશનલ (International) બંને માટે આકર્ષક બુકિંગ ઓફર (Travel Booking Offers) આપી રહ્યા છે.
HDFC બેંક: એચડીએફસી રેગાલિયા ક્રેડિટ કાર્ડ રૂ. 1 કરોડ સુધીનું હવાઈ અકસ્માત મૃત્યુ કવર અને વિદેશમાં હોસ્પિટલમાં દાખલ થવાની રૂ.15 લાખ સુધીની ઇમરજન્સી રકમ ઓફર કરે છે. તે 2 ટકા વિદેશી ચલણ માર્કઅપ ફી ચાર્જ કરે છે. આ સિવાય કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. ભારતમાં 12 અને વિદેશમાં છ અને અન્ય લાભો પણ મળે છે. આ કાર્ડ પર વાર્ષિક ફી રૂ. 2,500 છે.
એક્સિસ બેંક: એક્સિસ વિસ્તારા સિગ્નેચર ગ્રાહકોને કોમ્પ્લિમેન્ટરી ક્લબ વિસ્તારા મેમ્બરશિપ, ભારતમાં વિસ્તારા લાઉન્જની કોમ્પ્લિમેન્ટરી એક્સેસ અને તેના ગ્રાહકોને રૂ. 2.5 કરોડ સુધીનું એર એક્સિડન્ટ કવર ઓફર કરે છે. તે માઈલસ્ટોન સ્પેન્ડ્સ કરવા પર તમને અન્ય લાભો અને બોનસ ક્લબ વિસ્તારા પોઈન્ટ્સ અને કોમ્પ્લિમેન્ટરી પ્રીમિયમ ઈકોનોમી ટિકિટ પણ ઓફર કરે છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 3,000 રૂપિયા છે.
SBI કાર્ડ : એર ઈન્ડિયા એસબીઆઈ સિગ્નેચર ક્રેડિટ કાર્ડ એર ઈન્ડિયા પોર્ટલ દ્વારા બુક કરવામાં આવેલી એર ઈન્ડિયા ટિકિટ પર ખર્ચવામાં આવેલ પ્રતિ રૂ. 100 માટે 30 રિવોર્ડ પોઈન્ટ્સ, એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ-ફ્લાઈંગ રિટર્ન્સની કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશિપ, 600થી વધુ એરપોર્ટ લાઉન્જમાં કોમ્પ્લિમેન્ટરી પ્રાયોરીટી પાસ સાથે એક્સેસ ઓફર કરે છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 4,999 રૂપિયા છે.
SBI કાર્ડ: SBI કાર્ડ એલિટ એક અપગ્રેડ વાઉચર સાથે મફત ટ્રાઇડેન્ટ પ્રિવિલેજ મેમ્બરશિપ અને ક્લબ વિસ્તારા મેમ્બરશિપ ઓફર કરે છે. તેની વિદેશી ચલણ માર્કઅપ ફી 1.99 ટકા છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે છ કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને બે કોમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ અને અન્ય લાભ ઓફર કરે છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 4,999 રૂપિયા છે.
સિટી બેંક : સિટી પ્રીમિયર માઈલ્સ ક્રેડિટ કાર્ડ 1 કરોડ રૂપિયા સુધીનું હવાઈ અકસ્માત વીમા કવર, પાર્ટનર રેસ્ટોરન્ટમાં 20 ટકા બચતઅને કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસ ઓફર કરે છે. તમને એરલાઇન પર ખર્ચ કરેલા રૂ. 100 દીઠ 10 માઇલ અને અન્ય કેટેગરીમાં ખર્ચ કરેલા રૂ. 100 દીઠ 4 માઇલ મળશે. તમે 100થી વધુ હોટેલ્સ અને એરલાઇન પાર્ટનર સાથે માઇલ રિડીમ કરી શકો છો અને એકઠા થયેલ એર માઇલ ક્યારેય એક્સપાયર થતા નથી. તેઓ અરજી સમયે વાર્ષિક ફી નક્કી કરે છે.