

નવી દિલ્હીઃ ભારતીય બજારોમાં ગોલ્ડની કિંમતોમાં આજે ઘટાડો નોંધાયો હતો. દિલ્હી સરાફા બજારમાં બુધવારે સોનાની કિંમતોમાં (Gold Price Today) 357 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 532 રૂપિાયનો ઘટાડો થયો હતો. આ પહેલા મંગળવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવ 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યા હતા. જ્યારે ચાંદી 63,171 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોનાના ભાવઃ દિલ્હી સરાફા બજારમાં (Gold Price, 18 November 2020) આજે બુધવારે સોનાના ભાવમાં 357 રૂપિયા 10 ગ્રામનો ઘટાડો થતાં રાજધાની દિલ્હીમાં 99.9 સોનાનો નવો ભાવ 50,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ પહેલાના કારોબારી સત્રમાં સોનાનો ભાવ 50,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં ચાંદીના ભાવઃ દિલ્હી ઝવેરી બજારમાં (Silver Price, 18 November 2020) આજે બુધવારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ 532 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. આના ભાવ 62,639 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવઃ વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધીને 1882 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે. જ્યારે ચાંદીનો નવો ભાવ 24.57 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


કેમ આવ્યો ભાવમાં ઘટાડો? HDFC સિક્યોરિટીના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો 32 પૈસા મજબૂત થવાના કારણે બંને કિંમતી ધાતુઓમાં ભાવ ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં ઘટાડાની અસર ભારતીય બજારો ઉપર પડે છે. આ ઉપરાંત કોવિડ-19 વેક્સીનને લઈને સકારાત્મક ઘોષમાઓની અસર પણ સોનાની કિંમતો ઉપર પડી છે. (પ્રતિકાત્મક તસવીર)