

અમદાવાદઃ ધનતેરસના (Dhanteras 2020) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સોના-ચાંદીમાં (Gold-Silver Price today) મોટા કડાકા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી. અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો નબળો પડતા સોના-ચાંદીના ભાવાં ઉછાળો જોવા મળ્યો હતો. જેની અસર સ્થાનિક માર્કેટમાં પણ જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીમાં (Silver price today) 1000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સોનાના ભાવમાં (Gold price today) 100 રૂપિયાનો નજીવો સુધારો રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ ચાંદીનો ભાવ:- અમદાવાદ માર્કેટમાં (Silver Price on 11th November 2020) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદી ચોરસા 64,000 અને ચાંદી રૂપું 63,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદીમાં 3000 હજાર રૂપિયાનો કડાકો બોલાતા ચાંદી ચોરસા 63,000 અને ચાંદી રૂપું 62,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ સોનાનો ભાવઃ- અમદાવાદ માર્કેટમાં (Gold Price, 11 November 2020) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવ સુધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 52,600 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,400 રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું. જોકે, મંગળવારે 10 ગ્રામ સોનામાં 1600 રૂપિયાનું ગાબડું પડતાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોના-ચાંદીના ભાવઃ- દિલ્હી સરાફા બજારમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં માત્ર 3 રૂપિયાનો સુધારો થતાં 99.9 સોનું 50,114 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે એક કિલોચાંદીના ભાવમાં 451 રૂપિયાનો વધારો થતાં ચાંદી 60,023 રૂપિાય સ્તરે બંધ રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવઃ- વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધીને 1877 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જ્યારે ચાંદીમાં પણ કોઈ ફેરફાર ન થતાં 24.20 ડોલર પ્રતિ ઔંસના લેવલે સ્થિર રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)