અમદાવાદઃ ધનતેરસ પૂર્વે Gold-Silverની કિંમતોમાં આવ્યો જોરદાર ઉછાળો, ફટાફટ જાણો આજના નવા ભાવ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો (US Presidential Election) જાહેર થયા નથી. ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટમાં ભારે ટક્કર વચ્ચે રોકાણકારોએ સોનામાં સુરક્ષિત રોકાણ કર્યું હતું.


અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીમાં આવેલી તેજીના પગલે સ્થાનિક બજારોમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભડકો થયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો (US Presidential Election) જાહેર થયા નથી. ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટમાં ભારે ટક્કર વચ્ચે રોકાણકારોએ સોનામાં સુરક્ષિત રોકાણ કર્યું હતું. જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બંને સોના-ચાંદીના (Gold-Silver Rate today) ભાવમાં વધારો નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ ચાંદીનો ભાવ: અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 5 November 2020) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. જેના પગલે ચોરસા 63,000 અને ચાંદી રૂપું 62,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જોકે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જેના પગલે ચોરસા 62,000 અને ચાંદી રૂપું 61,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ સોનાનો ભાવઃ આ ઉપરાંત અમદાવાદમાં (Gold Price Today, 5 November 2020) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો સુધારો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,900 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જો કે, બુધવારે દિવસ દરમિયાનના કારોબારમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે સ્થિત રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોના-ચાંદીના ભાવઃ- ગુરુવારે દિલ્હી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 158 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જેના પગલે 10 ગ્રામ સોનાનો નવો ભાવ 50,980 રૂપિયાએ પહોંચ્યો હતો. બુધવારે સોનું 50,822 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 697 રૂપિયાનો ઉછાળો થતાં ચાંદીનો ભાવ 62,042 રૂપિયાએ બંધ રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવઃ વૈશ્વિક બજારમાં આજે ગુરુવારે સોનાનો નવો ભાવ 1916 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. જ્યારે ચાંદીનો નવો ભાવ 24.34 ડોલર પ્રતિઔંસ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)


કેમ વધ્યા સોના-ચાંદીના ભાવ? મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સશિયલ સર્વિસના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટી રિસર્ચ), નવનીત દમાનીના જણાવ્યા પ્રમાણે અમેરિકી ચૂંટણીમાં કડક ટક્કરના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. રોકાણકારોએ રાષ્ટ્રપતિ પદની લડાઈમાં સ્થાનાંતરણની બાધાઓને વિશ્લેષણ કરવા ઉપર છોડીને સોનામાં ખરીદી કરી છે. (પ્રતિકાત્મક તસવીર)