કોરોના મહામારી (Covid-19) બાદ એક સૌથી મોટો ફેરફાર એ થયો છે કે યુવાન લોકોમાં તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ (Awareness About Health) આવી છે અને તેમનો રોજીંદી જીવનશૈલી (Healthy lifestyle) વિશે દ્રષ્ટિકોણ બદલાયો છે. લોકો સમજી ગયા છે કે સ્વાસ્થ્ય એ ખરી સંપત્તિ છે અને આ રીતે તેઓ દરેક સંભવિત રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે વધારાના પ્રયાસો કરી રહ્યા છે. તેમાં મેડિકલ ઇમરજન્સી (Medical Emergency)ના કિસ્સામાં નાણાંકીય તક પૂરી પાડતી યોગ્ય આરોગ્ય વીમા યોજના (Health Insurance)ની પસંદગીનો પણ સમાવેશ થાય છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (National Family Health Survey-5) મુજબ, 30 વર્ષથી ઓછી વયની 52 ટકા વસ્તી સાથે ભારતને વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ માનવામાં આવે છે. તેમાં કોઇ આશ્ચર્ય નથી કે આજની પ્રોગ્રેસિવ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવી વધુને વધુ પ્રોડક્ટ તૈયાર કરી રહી છે, જે માત્ર યુવા ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ નથી પણ તેને કોસ્ટ ઇફેક્ટિવ પણ બનાવે છે. તેથી જો તમે પણ હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવા (buy health insurance)નું વિચારી રહ્યા છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
વહેલી શરૂઆતના લાભો: યુવા ગ્રાહકો સ્વાસ્થ્યને એક મહત્વની સમસ્યા તરીકે ધ્યાનમાં લેતા નથી અને તેથી જ મોડું ન થાય ત્યાં સુધી રાહ જોવાની ભૂલ કરે છે. જો કે, જ્યારે તમે યુવાન હોવ ત્યારે પોલિસી ખરીદવાથી તમે ફરજિયાત રાહ જોવાના સમયગાળાથી બચી શકશો. કેટલીક સ્કિમ્સમાં તમે દાવો કરી શકો તે પહેલાં તે થોડા મહિનાઓથી લઈને વર્ષો સુધીની રાહ જોવી પડી શકે છે. ઉપરાંત, તમે ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ કવરેજ મેળવી શકો છો, કારણ કે તમે હાયર ઇમ્યુનિટીના બ્રેકેટમાં આવો છો અને ગંભીર તબીબી પરિસ્થિતિઓનું ઓછું જોખમ છે. તેથી નાની ઉંમરે હેલ્થ પોલિસી ખરીદવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તમે ઓછા પ્રીમિયમનો લાભ મેળવી શકો છો.
OPD કવરેજ: આરોગ્ય વીમો પરંપરાગત ક્લેમ-ફોર-હોસ્પિટલાઇઝેશન-ઓન્લી વ્યાખ્યાથી દૂર થઈ રહ્યો છે. તે યુવાન ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિકસિત થઈ રહ્યું છે જે માત્ર હોસ્પિટલમાં દાખલ થવા સુધી મર્યાદિત નથી પરંતુ તે ડૉક્ટરની વિઝીટ, લેબ ટેસ્ટ્સ, નિયમિત આરોગ્ય ચકાસણી અને ટેલિ-મેડિકલ કન્સલ્ટેશન સુધી વિસ્તરીત છે. સારા સમાચાર એ છે કે તમારી યોજનામાં OPD અથવા આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ કવરેજ રાખવાથી આ તમામ ખર્ચાઓને સમગ્ર વર્ષ દરમિયાન અસરકારક રીતે આવરી લેવામાં મદદ મળે છે. તે યુવા ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ પ્રોટેક્શન માટે આરોગ્ય વીમો પસંદ કરવા માટે પ્રેશન તરીકે પણ કાર્ય કરે છે, જે લોકો હોસ્પિટલમાં દાખલ થવાની અપેક્ષા ન રાખતા હોય તો પોલિસી ખરીદવાનું છોડી શકે છે.
અનલિમિટેડ રીસ્ટોરેશન બેનિફીટ: આરોગ્ય વીમા કવરેજ ખરીદતી વખતે મોટાભાગના લોકો વીમાની રકમ પસંદ કરતા પહેલા તેમની ઉંમર, કૌટુંબિક ઇતિહાસ, વર્તમાન જીવનશૈલી અને નાણાકીય સ્થિતિનું માપન કરે છે. છતાં એવા કિસ્સાઓ હોઈ શકે છે કે જ્યારે બિમારીની જટિલતા અથવા બહુવિધ ક્લેમના કારણે ખરીદેલી કવરેજ રકમ પર્યાપ્ત ન હોય. આ કિસ્સામાં અનલિમિટેડ રીસ્ટોરેશન બેનિફીટ તેમને બચાવી શકે છે. આ પૉલિસીધારકને મૂળ રકમ સુધીની વીમા રકમને સંપૂર્ણપણે રિફિલ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે. ઘણી યોજનાઓ હવે 100 ટકા રીસ્ટોરેશન બેનિફીટ આપે છે.
કોસ્ટ-ઇફેક્ટિવનેસનો લાભ લેવો: યુવાન વયે ખરીદતી વખતે હંમેશા તેમની બાજુમાં ઉંમર તરીકે એક પરિબળ હોય છે, જે કોસ્ટ-ઇફેક્ટિવનેસમાં રૂપાંતરીત કરે છે. તબીબી કટોકટીની સ્થિતિમાં તમને અને તમારા પરિવારને નાણાકીય બેક-અપ આપવા માટે સ્વાસ્થ્ય વીમા પૉલિસી ધરાવવી એ એક યોગ્ય રીત છે, પરંતુ હકીકત એ છે કે સારવાર કરતાં નિવારણ વધુ સારું છે.
તેના મહત્વને સમજીને ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તમામ સામાન્ય વીમા કંપનીઓને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે રીન્યુઅલ સમયે ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટના રૂપમાં ઈન્સેન્ટિવ ઓફર કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. તેથી, હંમેશા આ સુવિધા અંગે તપાસો અને ચોક્કસ બેન્ચમાર્ક જાણો, કારણ કે કેટલીક વીમા કંપનીઓ સારા સ્વાસ્થ્ય ધરાવતા લોકોને અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ તેમજ નીચા વાર્ષિક પ્રીમિયમ પ્રદાન કરે છે. વધુમાં, જો તમે વીમાદાતાના માપદંડોને પૂર્ણ કરો છો તો તમને કેટલીક યોજનાઓ હેઠળ 100 ટકા ડિસ્કાઉન્ટ અથવા છૂટ પણ આપવામાં આવી શકે છે. કેટલીક યોજનાઓ તમને નિયમો અને શરતોના આધારે હેલ્થ ચેકઅપ અથવા અન્ય આકર્ષક લાભો પર ડિસ્કાઉન્ટ પણ આપે છે.
પ્રસૂતિ ખર્ચ: યુવાન કપલ્સ માટે માતૃત્વ લાભોનો સમાવેશ, સામાન્ય અને સી-સેક્શન ડિલિવરી સામે કવરેજ, વેક્સિનેશન ફી, એમ્બ્યુલન્સ ખર્ચ અને સ્ટેમ સેલ પ્રીઝર્વેશન જેવા નવા જન્મેલા બાળકના ખર્ચને ધ્યાનમાં લેતા નિર્ણાયક પરિબળો છે, જેથી તેઓ સરળતાથી પેરેન્ટહૂડને નિભાવી શકે. તેથી તમારા ફેમિલીનું પ્લાનિંગ કરતા પહેલા સારી રીતે યોજના પસંદ કરો. એવી યોજના પસંદ કરો કે જે તમને સંભવિત સારવાર, પહેલા અને પછી હોસ્પિટલાઇઝેશન, રોડ એમ્બ્યુલન્સ ખર્ચ વગેરેથી નાણાકીય રીતે સુરક્ષા પ્રદાન કરે.