Home » photogallery » બિઝનેસ » પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

2022 Bajaj Dominar 400: બજાજે પોતાની સૌથી મોંઘી અને પાવરફૂલ બાઇકમાં કમ્ફર્ટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે, જે લોકોને ખૂબ પસંદ આવી શકે છે.

  • 16

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    મુંબઈ: લાંબી રાહ બાદ બજાજ ઓટો (Bajaj Auto)એ આખરે પોતાનું સૌથી પાવરફૂલ બાઈક Bajaj Dominar 400નું અપડેટ મોડલ 2022 બજાજ ડોમિનાર 400 (2022 Bajaj Dominar 400) ભારતમાં લોન્ચ (Launched in India) કરી દીધું છે. જેમાં તમને અનેક ખાસ ફીચર્સ (Powerful Features) મળશે. ન્યૂ બજાજ ડોમિનાર 400ની ખાસ વાત એ છે, તેને ફેક્ટ્રી ફિટેડ ટૂરિંગ એક્સેસરિઝની (factory-fitted touring accessories) સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી બાઈક લાંબુ અંતર (Long Distance) સરળતાથી કાપી શકશે. બજાજે પોતાની સૌથી મોંઘી અને પાવરફૂલ બાઇકમાં કમ્ફર્ટનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે, જે લોકોને ખૂબ પસંદ આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    આ તમામ બજાજ ઓટો શોરૂમમાં રૂ. 2,16,648 (એક્સ શોરૂમ દિલ્હી)ની કિંમતે (Price of Bajaj Dominar 400) ઉપલબ્ધ છે. આપને જણાવી દઇએ કે તેનું હાલનું મોડલ 2.12 લાખ રૂપિયાથી 2.16 લાખ રૂપિયા સુધીમાં ઉપલબ્ધ છે. આ બાઇકમાં તમને Aurora Green અને Charcoal Black કલર ઓપ્શન (Colour Options) મળશે.

    MORE
    GALLERIES

  • 36

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    શું છે નવું?: નવા મોડલને સામાન્ય ફેરફારો (Features) સાથે રજૂ કરવામાં આવ્યું છે. નવી બજાજ ડોમિનારને મોટી વિંડ સ્ક્રિન સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જે સીએફડી ટેક્નોલોજીથી સજ્જ છે. આ સાથે જ ફ્લેક્સી વિંગલેટથી સજ્જ જેટ ફાઇટર ઇન્સ્પાયર્ડ હેડગાર્ડ પણ જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ટૂરિંગ બાઇક માટે આ પ્રકારના વિંડ પ્રોટેક્ટર ગાર્ડની જરૂરિયાત રહે છે. આ બાઇકમાં નેવિગેશનની સુવિધા પણ ઉપલબ્ધ બનશે, જે ચાલકને નેવિગેશન ડિવાઇસ કનેક્ટ (Navigation Device Connectivity) કરવાની સુવિધા આપશે. આ કાસ્ટ એલ્યુનિમિયમ સ્ટે રોડ વ્યૂને બ્લોક કરવાથી બચાવવા માટે લગાવવામાં આવ્યું છે. આ સિવાય તેમાં USB ચાર્જીંગ પોર્ટ પણ મળશે.

    MORE
    GALLERIES

  • 46

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    એન્જીન પાવર અને ફીચર્સ: બજાજ ઓટોએ પોતાના નવી બાઇક બજાજ ડોમિનાર 400માં લગેજ કેરિયર અને બેક સ્ટોપર પણ આપ્યું છે. આ સિવાય મેટલ સ્કીડ પ્લેટની સાથે નવું એન્જીન બેશ પ્લેટ પણ છે. જેનાથી એન્જીનની સુરક્ષા વધુ સારી બનશે. આ સાથે જ નવા લેગ ગાર્ડ, નેવિગેશન સપોર્ટ, યૂએસબી ચાર્જીંગ પોર્ટ, ડિસ્ક બ્રેક અને ડ્યુએલ ચેનલ એબીએસ સિસ્ટમ સહિત અન્ય ફીચર્સ પણ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 56

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    જો એન્જીનની વાત કરીએ તો તેમાં 373.3CCનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ DOHC ફ્યૂલ ઇન્જેક્ટેડ એન્જીન લગાવ્યું છે, જે 40ps સુધીનો પાવર અને 35Nm ટોર્ક જનરેટ કરે છે. નવી બજાર ડોમિનાર પણ 6 સ્પીડ ગિઅરબોક્સથી સજ્જ છે. આ બાઈક Royal Enfield New Classic 350 અને Honda CB350RS સહિત અન્ય પાવરફૂલ બાઇક્સ સામે સ્પર્ધામાં ઉતરશે.

    MORE
    GALLERIES

  • 66

    પાવરફૂલ ફીચર્સ સાથે ભારતમાં લૉંચ થયું 2022 Bajaj Dominar 400, જાણો કિંમત

    લાંબા અંતરની મુસાફરી માટે શ્રેષ્ઠ: બજાજ ઓટો લિ.ના માર્કેટિંગ હેડ નારાયણ સુંદરારમણે જણાવ્યું કે, ડોમિનાર 400 શહેરના ચાલકો અને લાંબા અંતરના ચાલકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે. ડોમિનાર ચાલકો સાથે કરેલી વાતચીતના આધારે અમે ટૂરિંગ એસેસરિઝને વિચારીને ડિઝાઇન કરી છે અને કાળજીપૂર્વક પસંદ કરી છે, જે બાઇકની સ્ટાઇલ અને ટૂરની યોગ્યતા વધારવાની સાથે રાઇડરની સુરક્ષાનું પણ ધ્યાન રાખશે.

    MORE
    GALLERIES