હવેના સમયમાં હોમ લોન (home loan) રોકાણની સાથોસાથ વ્યક્તિ પર એક મોટી જવાબદારી પણ ગણવામાં આવે છે. હાલ હોમ લોનના વ્યાજ દરો આસમાને પહોંચ્યા છે. એવા સમયમાં હોમ લોન લેનારા લોકોને થોડી રાહત આપવા માટે કેટલીક બેંકો દ્વારા મહિલાઓ માટે ઓછા વ્યાજ દરે લોન ઓફર કરવામાં આવી રહી છે. વિવિધ બેંકો, નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFIs), અને મોર્ગેજ લેન્ડરો દ્વારા મહિલા અરજદારોને વિશેષ અને હોમ લોનના કોમ્પિટિટીવ વ્યાજ દરો ઓફર કરાઈ રહ્યાં છે.
પંજાબ નેશનલ બેંક: મહિલાઓ માટે પંજાબ નેશનલ બેંક હાઉસિંગ લોન માટે વિવિધ ઓફરો આપે છે. તેઓ પગારદાર મહિલાઓ, આંત્રપ્રિન્યોર અથવા ગૃહિણીઓ જે લોન માટે અરજી કરે છે, તેમને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. બેંક દ્વારા મહિલાઓને વાર્ષિક 0.05%ના દરે ઓછો વ્યાજ દર, હાઉસિંગ લોનના 10% અને મહત્તમ રૂ. 25 લાખ સુધી કોસ્ટ ઓફ ફર્નિશિંગ પણ આપે છે. આ સિવાય એડવાન્સ તારીખથી 3 મહિના સુધી અથવા કબજાની તારીખ સુધી બેમાંથી જે વહેલું હોય તેના મોરોટોરિયમનો સમાવેશ થઈ શકે છે.