નવી દિલ્હી: બજાજ ઓટો (Bajaj Auto)એ લાંબી રાહ બાદ પોતાની બજાજ પલ્સર 250 (Bajaj Pulsar 250) સિરીઝની બે નવા બાઇક ભારતમાં લૉંચ(Launched in India) કર્યાં છે. આ બાઇક્સમાં બજાજ પલ્સર એફ250 (Bajaj Pulser F250) અને બજાજ પલ્સર એન250 (Bajaj Pulser N250)નો સમાવેશ થાય છે. કંપનીએ તેને સ્પોર્ટ્સ ટેક ડિઝાઇન સાથે લૉંચ કર્યાં છે. જેમાં અનેક અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે. તેમાં પ્રોજેક્ટર LED હેડલેપ્સ, આસિસ્ટ એન્ડ સ્લિપર સિરીઝ ટેક્નો ગ્રે અને રેસિંગ રેડ કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે. જ્યારે એન250 માત્ર એક જ કલર ટેક્નો ગ્રેમાં જ ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં પલ્સર 250 સેમી-ફેયર્ડ સ્ટ્રીટ રેસર (Bajaj Pulsar F250 Price)ની એક્સ શોરૂમ કિંમત 1.40 લાખ રૂપિયા છે. જ્યારે એન250 નેકેડ સ્ટ્રીટફાઇટર (Bajaj Pulsar N250 price)ની એક્સ શોરૂમ કિંમત 1.38 લાખ રૂપિયા છે.
એન્જીન, પાવર અને બ્રેકિંગ: નવા 2021 બજાજ પલ્સર 250 બાઇક્સમાં લિક્વિડ-કૂલ્ડ એન્જીન મળશે. આ એન્જીન 24.5 PSનો પાવર અને 21.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકની આગળ 100mm અને રિયરમાં 130mm ક્રોસ-સેક્શન ટાવર આપવામાં આવ્યા છે. વધુ સારી સુરક્ષા માટે તેમાં 300mm ડિસ્ક બ્રેક અને 230mm રિયર ડિસ્ક, સિંગલ ચેનલ ABS મળે છે.
લૂક અને ડિઝાઇન: લૂક અને ડિઝાઇનની વાત કરીએ તો નવું પલ્સર 250 બાઇક પહેલાની રેન્જ સાથે મહદ અંશે મળતું આવે છે. તમાં ફુલ એલઇડી હેડલેમ્પ અને DRL, પ્રોજેક્ટર હેડલેમ્પ, એલઇડી ઇન્ડિકેટર્સ અને ડ્યુઅલ ટેલલાઇટ્સ, ડીજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, મસ્કુલર ફ્યૂલ ટેન્ક, સ્પ્લિટ સીટ સેટ અપ અને મોનોશોક જેવા ફીચર્સ મળે છે. નવી મોટરબાઇકમાં રિયર સસ્પેન્શન મળે છે જો તેને વધુ આકર્ષિત લૂક આપે છે.
નવા બજાજ પલ્સર 250માં સિંગલ મોનોશોક યુનિટની ટેલિસ્કોપિક ફ્રંન્ટ ફોર્ક્સ મળે છે. હાલના પલ્સર 220F મોડલની સરખામણીમાં તે એક મુખ્ય અપડેટ તરીકે આવ્યું છે, જેમાં પાછળના ભાગમાં ટ્વીન શોક યુનિટ્સ મળે છે. નવું પલ્સર 250એફ કંપનીના સૌથી લોકપ્રિય પલ્સર 220એફ રેન્જમાં રજૂ કરાયું છે. એક્સટીરિયર ડિઝાઇનમાં પરીવર્તન સિવાય બંને નવી પલ્સર 250 ટ્વિન્સમાં એક સરખા એન્જીન મળશે.