જીહાં, 3 બેન્કના ખાતાધારકોના એકાઉન્ટમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ 25-25 હજાર રૂપિયા જમા કરાવી દીધા છે. પૂર્વ વર્ધમાન જીલ્લાની કેતુગ્રામ 2 નંબરની પંચાયત સમિતિના શિબલૂન, બેલૂન, ટોલાબાડી, સેનપાડા, અમ્બાલગ્રામ, નબગ્રામ અને ગંગાટીકુરી જેવા કેટલાએ વિસ્તારોમાં લોકોના બેન્ક એકાઉન્ટમાં 25-25 હજાર રૂપિયા જમા થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, આવું એક વખત નહી પરંતુ 2-2 વખત થયું છે.
10 હજારથી 25 હજાર રૂપિયા થયા જમા - જેટલા લોકોને પૈસા મળી રહ્યા છે, તેમના ખાતામાં 10 હજાર અથવા 25 હજારની રકમ આવી છે. આ પૈસા તે લોકોને મળ્યા છે, જેમના ખાતા યૂકો બેન્ક, યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડીયા અને એસબીઆઈમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્કોને આ મુદ્દે પુછવામાં આવ્યું તો, તેમને પણ આનો કોઈ અંદાજો નથી.