Home » photogallery » બિઝનેસ » Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ સ્ટાઇલિશ Atum 1.0 બાઇકની કિંમત માત્ર 50 હજાર રૂપિયા, આવી રીતે કરો બુકિંગ

  • 17

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    Medabayani Balakrishna, હૈદરાબાદ. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Hike) હાલના સમયમાં આસમાને પહોંચી ગયા છે, જેને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. તેને ધ્યાને લઈ ભારતીય બજારમાં હાલના સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (Electrical Vehicles)નું ચલણ વધી રહ્યું છે. લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોને બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. એવામાં atumobile પ્રાઇવેટ લિમિટેડે પોતાનું ન્યૂ જનરેશન બાઇક Atum 1.0ને ભારતીય બજારમાં લૉન્ચ કર્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની Atumobile પ્રાઇવેટ લિમિટેડે Atum 1.0ને બનાવી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇક સીંગલ ચાર્જમાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપશે. કંપનીનો દાવો છે કે આ બાઇક વધતા પેટ્રોલના ભાવની સ્થિતિમાં પ્રદૂષણને ઓછું કરવામાં પણ કારગર સાબિત થશે. કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રિક બાઇક માત્ર 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને ફુલ ચાર્જમાં 100 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. કંપનીએ આ બાઇકની બેટરીમાં 2 વર્ષની ગેરંટી આપે છે.

    MORE
    GALLERIES

  • 37

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    હૈદરાબાદમાં સ્ટાર્ટઅપ કંપનીની આ બાઇક 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને તે સીંગલ ચાર્જમાં 100 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. અગત્યની વાત એ છે આ બાઇક ચલાવવા માટે લાઇસન્સની પણ જરૂર નથી. ગદ્દમ વામસીએ અમેરિકામાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફર્યા. અહીં થોડાક દિવસ ફેમિલી બિઝનેસ સંભાળ્યા બાદ તેમને થયું કે માર્કેટમાં કંઈક યૂનિક રજૂ કરવું જોઈએ. તેમણે ઇલેક્ટ્રીક બાઇકના આઇડિયા પર કામ કરવાનું શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 47

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    ગદ્દમ વામસીએ પોતાના આઇડિયા પર ત્રણ વર્ષ સખત મહેનત કરી અને તેઓ અને તેમના દસ મિત્રોએ એક ટીમ બનાવીને કામ શરૂ કર્યું. વામસીની ટીમે ATUM 1.0 ડેવલપ કર્યું. આ બાઇકને ડિઝાઇન વિન્ટેજ કાફે રેસર બાઇક જેવી રાખવામાં આવી. તેનું વજન 35 કિલોગ્રામ છે અને તે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકની બેઝ પ્રાઇઝ 50,000 રૂપિયા રાખી છે. આ બાઇકને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેની સ્પીડને ઓછી જ રાખવામાં આવી છે. કંપની આ બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે, આરામદાયક સીટ, એલઇડી હેડલાઇટ, ટેલ લાઇટ અને ઇન્ડીકેટર્સ જેવા ફીચર્સ પણ આપશે.

    MORE
    GALLERIES

  • 67

  • 77

    Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    આ ઇલેક્ટ્રિક બાઇક્સને આપશે ટક્કર- એવું માનવામાં આવી રહ્યું છે કે Atumobileની આ બાઇક Revoltની RV400 ઇલેક્ટ્રિક બાઇકને ટક્કર આપી શકે છે. RV400 સંપૂર્ણપણે સ્માર્ટ બાઇક છે. આ બાઇકને તમે પોતાના ફોન સાથે કનેક્ટ કરી શકો છો. આ બાઇક આપને નજીકના સ્વેપ સ્ટેશનનો રસ્તો પણ બતાવી શકે છે, જ્યાં જઈને તમે બેટરી ચેન્જ કરાવી શકો છો.

    MORE
    GALLERIES