નવી દિલ્હીઃ જો તમારું ખાતુ પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે અને ખાતામાંથી 206.50 રૂપિયા કપાયા છે, તો તમે એકમાત્ર એવા વ્યક્તિ નથી, જેના ખાતામાંથી આ રકમ કાપવામાં આવી છે. આવું ઘણા ગ્રાહકો સાથે થયું છે. વાસ્તવમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વિવિધ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ રાખનારા ગ્રાહકોના ખાતામાંથી 147, 206.5 કે 295 રૂપિયા કાપે છે.