

EPFO પેંશનર્સ માટે મહત્વની ખબર. EPFOએ ટ્વિટ કરીને ગ્રાહકોને કર્યા એલર્ટ. જેમાં તેમણે કહ્યું કે લાઇફ સર્ટિફિકેટ ડિસેમ્બર 2019 કે તેના પછી જમા કરાવ્યું હોય તેવા લોકો નવેમ્બર મહિનામાં લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવે તો પણ કોઇ વાંધો નથી.


EPFOએ ટ્વિટમાં લખ્યું કે જો તમારી પેન્શનને શરૂ થયાને એક વર્ષથી પણ ઓછા સમય થયો છે કે પછી તમે તમારા જીવતા હોવાનું પ્રમાણ પત્ર ડિસેમ્બર 2019 કે તે પછી જમા કરાવ્યું છે તો તેવા લોકોને નવેમ્બર 2020માં લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો પણ કંઇ વાંધો નહીં આવે.


જે લોકોને લાઇફ સર્ટિફિકેટન નવેમ્બરમાં જ જમા કરાવું છે તેમાં માટે ડિજિટલ વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. EPFOએ જણાવ્યું કે તમે તેને ઉમંગ એપ દ્વારા પણ જમા કરાવી શકો છો. કે પછી નજીકની બેંકની શાખામાં જઇને પણ જમા કરાવી શકો છો.


દેશભરમાં ચાલી રહેલી મહામારીના કારણે લાઇફ સર્ટિફિકેટ જમા કરવામાં આ વખતે રાહત આપવામાં આવી છે. આ સિવાય તમે પોતાના નજીકના સીએસસીમાં જઇને પણ આ મામલે આ લિંકથી જાણકારી મેળવી શકો છો - https://locator.csccloud.in/


લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પત્ર પેંશનરના જીવત હોવાનો પુરાવો છે. કોરોના કાળમાં ઇપીએફઓમાં બિનજરૂરી ભીડથી બચવા માટે તેમણે લોકોને આ સલાહ આપી છે.


ઉલ્લેખનીય છે કે આના જમા ન કરાવવા પર પેશન બંધ પણ થઇ શકે છે. કેન્દ્ર સરકારે આમાં રાહત આપતા લાઇફ સર્ટિફિકેટ જમા કરાવાની તારીખ વધારીને 31 ડિસેમ્બર 2020 કરી દીધી છે.


પેંશનર્સને સરળતા રહે તે માટે સરકારે નવેમ્બર 2014માં જીવન પ્રમાણ સુવિધા લોન્ચ કરી. તેના આવવાથી હવે પેંશનર્સ બેંકોની તે જ બ્રાંચમાં જઇને લાઇફ સર્ટિફિકેટ જમા કરવાની અનિવાર્યતા નથી. આમ તેમણે આ દ્વારા સિનિયર સિટીઝન નાગરિકોને સહાય આપી છે. જેથી કોરોના કાળમાં તેમને વધુ મુશ્કેલી ના થાય.