નવી દિલ્હી : સરકાર અટલ બીમિત કલ્યાણ યોજના (એબીકેવાઈ) માટે કેમ્પેઈન શરૂ કરવા જઈ રહી છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઈકોનોમિક ટાઈમ્સના શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું, કે અત્યાર સુધી પ્રતિક્રિયા નબળી રહી છે. પરંતુ, તેને રફ્તાર આપવા માટે નવી યોજના બનાવી છે. અમે તેના માટે જાહેરાત આપીશુ અને વધારેમાં વધારે લાભાર્થી સુધી પહોંચીશું. કોરોના સંકટમાં નોકરી ગુમાવનાર કર્મચારી રાજ્ય વીમા નિગમ (એએસઆઈસી) સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર્સને રાહત મલશે. તે એબીકેવાઈ હેઠળ પોતાની સેલરીના 50 ટકા સુધી બેરોજગારી રાહત લેવા માટે દાવો કરી શકે છે. તેમણે ફરી નોકરી મળી જાય તો, પણ તે લોકો આનો ફાયદો લઈ શકશે. ઈએસઆઈસી તેના માટે પોતાના 44,000 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે.
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, તમારે ઈએસઆઈસીની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઈટ પર જઈ અટલ બીમિત વ્યક્તિ ક્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકીએ છીએ. આ હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ બે વર્ષ સુધી એક નિશ્ચિત આર્થિક મદદ આપવામાં આવી શકે છે. જો તમે સંગઠીત ક્ષેત્રમાં નોકરી કરો છો અને તમારી કંપની તમારો પીએફ અથવા ઈએસઆઈ દર મહિને તમારા પગારમાંથી કાપે છે તો તમે તેના માટે પાત્ર છો.