આજે નાનું હોય કે મોટું દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમનો પોતાનો બિઝનેસ કે વ્યવસાય હોય અને તેના દ્વારા લાખોની કમાણી થઈ શકે, કદાચ એટલે જ ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ વ્હાઈટ કોલર જોબ છોડીને મેન્યુફેક્ચરિંગથી લઈને ખેતી, પશુપાલન અને રોડ સાઈડ ફૂડ ટ્રક જેવા બિઝનેસમાં ઉતર્યા છે. જોકે આપણે અહીં આજે જેમની વાત કરવા જઈ રહ્યા છે તેમણે લાખો લોકો જેનું સપનું જોતા હોય છે તેવા અમેરિકા જવાની ઓફરને ઠુકરાવીને પશુપાલન દ્વારા પોતાનું એક અલગ સામ્રાજ્ય ઊભું કર્યું છે.
ગુજરાત દેશમાં શ્વેત ક્રાંતિ લાવવા માટે જાણીતું છે અને તેમાં પણ વાત જો આણંદ જિલ્લાની હોય તો તે દેશમાં શ્વેત ક્રાંતિનું એપી સેન્ટર છે. આ જિલ્લાના અજરપુરા ગામના ગાયત્રીબેન પટેલે અંકલ સેમ્સના સપનાને ઠુકરાવીને દેશમાં જ કંઈક કરવાની નેમ લીધી અને આજે 7 વર્ષમાં તો અનેક મહિલાઓ જ નહીં પુરુષો માટે પણ ઉદાહરણ સ્વરુપ પશુપાલનનો બિઝનેસ ઉભો કર્યો છે.
2016માં તેમણે એક નાની જગ્યા ભાડે રાખીને નાના પાયે પાંચ શંકર જાતીની ગાય વસાવી હતી અને ડેરી ફાર્મની શરુઆત કરી હતી. જે બાદ આગળ જતાં ધીમે ધીમે વધુ ગાય વસાવતાં ગયા અને આજે કુલ તેમની પાસે 40 ગાય છે અને તેના દ્વારા 350 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને વર્ષે સારી એવી આવક મેળવે છે, એટલું જ નહીં ગાયના છાણનો ઉપયોગ કરીને તેમણે આવકને બમણી કરવા માટે એક અનોખું બિઝનેસ મોડેલ પણ ઊભું કર્યું છે.
પશુપાલનનો બિઝનેસ શરું કરવો એટલે સૌથી પહેલી વાત આવે ગમાણ, પાણીની ટાંકી કે પછી પશુઓને રાખવા માટેના શેડ બનાવવાની આ માટે ગુજરાત સરકાર તરફથી રૂ. 30,000/- યુનીટ કિંમતના 50% અથવા મહત્તમ રૂ. 15,000/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળે છે. આ સહાય એવા જ ખેડૂત-પશુપાલકો કે જે પશુઓ રાખતા હોય અને કેટલશેડ બની શકે એ પ્રમાણે પોતાની માલિકીની જમીન ધરાવતા હોય તેમને જ આ યોજનાનો લાભ મળી શકે.
આ ઉપરાંત પશુઓના ઘાસચારા અને ખાણદાણ માટે પણ સહાય આપવામાં આવે છે. જેમાં એક પશુ માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસની દાણની જરૂરીયાતના 75% અથવા વધુમાં વધુ રૂ.2000ના મૂલ્યનું ખાણ વસ્તુ સ્વરૂપે મળે છે. લાભાર્થીને એક ગાભણ ૫શુ દીઠ આ યોજનાનો લાભ મળશે. ગાભણ ૫શુને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમ્યાન દૈનિક ત્રણ થી ચાર કિ.ગ્રા. પ્રમાણે દાણ આ૫વાનું રહેશે. 25% પ્રમાણે દાણ ૫શુપાલકે પોતે ખવરાવવાનું રહેશે. જ્યારે કૃત્રિમ બીજદાનથી ફેળવેલ ૫શુને યોજનામાં પ્રાધાન્ય આ૫વાનુ રહેશે.
આ ઉપરાંત જો તમારે દુધાળા પશુઓ માટે ફાર્મ શરું કરવું છે તો તેની સ્થાપના માટે પણ સરકાર તરફથી મદદ મળે છે. જેમાં જુદા જુદા પશુઓના યુનિટ મુજબ સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત જાફરાબાદી ભેંસના તબેલા માટે રૂ. 37,000/-, બન્ની ભેંસના તબેલા માટે રૂ. 38,000/-, સુરતી ભેંસ માટે રૂ. 30,100/-, મહેસાણી ભેંસ રૂ. 32,200/-, ગીર ગાય 22,200/-, કાંકરેજ ગાય રૂ. 19,700/-, એચ.એફ. ગાય રૂ. 33,200/-, જર્શી ગાય રૂ. 28,200/- અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર 12% સામે 1 (એક) થી 4 (ચાર) ગાય-ભેંસના એકમ માટે 100% વ્યાજ સહાય મળે છે.
રાજ્ય સરકારની આ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ડેરી ફાર્મના એકમને નિભાવવાનું રહેશે. આ ઉપરાંત લાભાર્થી એ રાષ્ટ્રિયકૃત બૅન્ક અને ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોવું જોઈએ. એકમ માટે દુધાળા પશુ ખરીદી થયા બાદ એકમ પુર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર યોજનાની અમલીકરણ સંસ્થાએ આપવાનું રહેશે. ત્યારબાદ જ વ્યાજ સહાયની રકમ લાભાર્થીંના લોન એકાઉન્ટસમાં અર્ધવાર્ષિક હપ્તાઓમાં જુન અને ડીસેમ્બર માસમાં જમા થશે.
આ ઉપરાંત પશુઓના ઘાસચારા અને ખાણદાણ માટે પણ સહાય આપવામાં આવે છે. જેમાં એક પશુ માટે ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસની દાણની જરૂરીયાતના 75% અથવા વધુમાં વધુ રૂ.2000ના મૂલ્યનું ખાણ વસ્તુ સ્વરૂપે મળે છે. લાભાર્થીને એક ગાભણ ૫શુ દીઠ આ યોજનાનો લાભ મળશે. ગાભણ ૫શુને ગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમ્યાન દૈનિક ત્રણ થી ચાર કિ.ગ્રા. પ્રમાણે દાણ આ૫વાનું રહેશે. 25% પ્રમાણે દાણ ૫શુપાલકે પોતે ખવરાવવાનું રહેશે. જ્યારે કૃત્રિમ બીજદાનથી ફેળવેલ ૫શુને યોજનામાં પ્રાધાન્ય આ૫વાનુ રહેશે.