

નવી દિલ્હીઃ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) અંતર્ગત કામ કરનારી અમૂલ (Amul) એ કોરોના મહામારી (corona pandemic) વચ્ચે ઈમ્યુનિટી બૂસ્ટર માટે હળદર આઈસક્રીમ (Haldi Ice Cream) લોન્ચ કરી છે. 125ml પેકની કિંમત 40 રૂપિયા હશે. અમૂલનો દાવો છે કે હલ્દી આઈસ્ક્રીમમાં હળદળ ઉપરાંત મરી, મધ અને ખજૂર, બદામ અને કાજૂ જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ છે.


અમૂલે ટ્વીટ કરીને ગ્રાહકોને આ અંગે જાણકારી આપી હતી. કંપનીએ ટ્વીટમાં લખ્યું હતું કે, આ આઈસ્ક્રીમની મજા તો લેશો સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમાં અનેક ફાયદાકારક ઈંગ્રીડિયન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેવા કે હળદર, દૂધ, મધ. કંપનીએ કહ્યું કે હળદર દૂળના ગુણો અને આઈસ્ક્રીમની મજા હવે એક સાથે લેવાશે. હળદર આઈસ્ક્રીમ ને ઉત્તરી અને પશ્વિમી ભારતમાં સ્થિત કંપનીઓની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓમાં પેક કરવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલમાં અમૂલ બ્રાન્ડ ઈમ્યુનિટી બૂસ્ટર બેવરેજેસ રેન્જ અંતર્ગત દળદર દૂધ બજારમાં લોન્ચ કર્યું હતું. 200 એમએલ બોટલ દૂધની કિંમત 30 રૂપિયા છે. આ ઉપરાંત બ્રાન્ડે અમૂલ તુલસી દૂધ, અમૂલ આદૂ દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ પણ લોન્ચ કર્યું છે.


પંચામૃત પણ રજૂ કરી ચૂક્યું છે અમૂલઃ જુલાઈમાં Amulએ પંચામૃત (Panchamrit) લોન્ચ કર્યું હતું. પંચામૃત 5 સામગ્રીઓ- મધ, ખાંડ, દહી, ગાયનું દૂધ અને ઘીનું મિશ્રણ હોય છે. અમૂલ પંચામૃતનું વેચાણ 10 એમએલ સિંગલ સર્વ પેકમાં થઈ રહ્યું છે.


ગત વર્ષે અમૂલે લોન્ચ કર્યું હતું કેમલ મિલ્કઃ કેમલ મિલ્ક પચવામાં તો સરળ હોય છે અને આના અનેક ફાયદાઓ પણ છે. આમાં ઈન્સુલિન પ્રોટીનની માત્રા વધારે હોય છે જેના કારણે આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કેમલ મિલ્કનો ઉપયોગ હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં થાય છે. આરોગ્યના વિવિઝ ફાયદાઓ પણ આ દૂધના કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખુલ્યું છે.