Home » photogallery » બિઝનેસ » SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

Alert for New Fraud messages to SBI HDFC Customers: દેશમાં સતત સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. તેવામાં હાલ એક નવા જ પ્રકારના મેસેજ વધી રહ્યા છે. જેનાથી સૌથી વધુ ખતરો SBI અને HDFC બેંકના ગ્રાહકોને છે.

  • 18

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    નવી દિલ્હીઃ દેશમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડના મામલા વધી રહ્યા છે, આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે નહીંતર એક ખોટી ક્લિક તમને ગરીબ બનાવી શકે છે. આજકાલ નકલી SMS દ્વારા લોકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 28

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    આવા સાયબર ઠગ લોકોના મહેનતની કમાણી લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નવા પ્રકારના સ્કેમમાં બેંકના મેસેજ જેવો મેસેજ આવે છે અને લિંક આવે છે જેના પર ક્લિક કરતાં જ બેંક એકાઉન્ટમાંથી રુપિયા ઉડી જાય છે. આ સ્કેમની HDFC બેંક અને SBI જેવી મોટી બેંકોના ગ્રાહકોને અસર થઈ રહી છે.

    MORE
    GALLERIES

  • 38

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    જો કે, બેંકો હંમેશા તેમના ગ્રાહકોને સાવચેત રહેવા અને આવા સંદેશાઓથી દૂર રહેવાની સલાહ આપે છે. સ્કેમર્સ જે છેતરપિંડીભર્યા મેસેજ મોકલે છે તે જાણે બેંકોમાંથી જ આવ્યા હોય તેવા દેખાય છે. આવા મેસેજ લોકોને તેમના ખાતાની વિગતો અથવા પાન કાર્ડની માહિતી અપડેટ કરવાનું કહે છે.

    MORE
    GALLERIES

  • 48

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    ઠગ આ પ્રકારના મેસેજ મોકલે છે- એચચડીએફસી બેંકના ગ્રાહકોને સ્કેમર્સ તરફથી આ સંદેશ મળી રહ્યો છે – “HDFC ખાતા માટે તાત્કાલિક KYC અપડેટ કરો! કૃપા કરીને https://rb.gy/xaotao0 પર ક્લિક કરીને તેને અપડેટ કરો અન્યથા તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે આભાર.”

    MORE
    GALLERIES

  • 58

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    HDFC એ જણાવ્યું કે નકલી મેસેજ કેવી રીતે ઓળખી શકાય- HDFC બેંકે એક ટ્વિટમાં લખ્યું કે ગ્રાહકો પોતે જાગૃત રહીને પોતાની જાતને છેતરપિંડીથી બચાવે! હંમેશા તપાસો કે HDFC બેંકના સંદેશા સત્તાવાર ID HDFCBK/HDFCBN & links પરથી આવ્યા છે કે નહીં.

    MORE
    GALLERIES

  • 68

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    અને મેસેજમાં રહેલી લિંક્સ હંમેશા http://hdfcbk.io થી શરૂ થાય છે. અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજમાં રહેલી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં, જેમાં PAN/KYC અપડેટ અથવા અન્ય બેંકિંગ માહિતી માટે વિનંતી કરવામાં આવી હોય.

    MORE
    GALLERIES

  • 78

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    આ સાથે બેંકે તેના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ ક્યારેય ગ્રાહકો પાસેથી તેમની અંગત વિગતો આ રીતે માગતા નથી. ગ્રાહક ઈચ્છે તો મેસેજ પર કોઈપણ પ્રકારનું રિએક્શન આપતાં પહેલા નજીકની બેંક બ્રાંચ અથવા તો પોતાની બ્રાંચની મુલાકાત લઈ શકે છે. આ રીતે ગ્રાહક અસલી અને નકલી મેસેજ વચ્ચે તફાવત કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 88

    SBI-HDFC બેંકના ગ્રાહકો માટે નવો ખતરો! સ્કેમર્સ મોકલી રહ્યા છે આવી લિંક

    આવા મેસેજ SBIના ગ્રાહકોને પણ આવ્યા હતા - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને પણ આવા નકલી મેસેજ મળી રહ્યા છે. એસબીઆઈના ગ્રાહકોને મેસેજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેમનો PAN અપડેટ કરે નહીંતર તેમનું YONO એકાઉન્ટ બંધ થઈ થઈ જશે.

    MORE
    GALLERIES