નવી દિલ્હી: આજે 14 મે, અક્ષય તૃતીયા (અખાત્રીજ- Akshaya Tritiya 2021) છે. આ દિવસે સોનાની ખરીદી કરવાના શુભ માનવામાં આવે છે. જોકે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશ કોરોના મહામારી (Coronavirus Pandemic) સામે લડી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અને રાજ્યમાં કડક લૉકડાઉન (Lockdown in India) લગાવવામાં આવ્યું છે. કોરોનાને પગલે તમામ જ્વેલરી શૉપ બંધ છે. જોકે, તમે ઘરે બેઠાં બેઠાં સોનાની ખરીદી કરીને અખાત્રીજ નિમિત્તે શગુન કરી શકો છો. તમે ઘરે બેઠાં બેઠાં જ 24 કેરેટ શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો. અખાત્રીજના દિવસે અનેક જ્વેલર્સ ઑફર્સ (Gold buying offers) પણ આપી રહ્યા છે. તો જાણી લો ઘરે બેઠાં બેઠાં કેવી રીતે સોનું ખરીદી શકાશે અને તેમાં તમને શું ઑફર મળશે.
અહીં એક રૂપિયામાં ખરીદો સોનું : જો તમે GooglePay, Paytmનો ઉપયોગ કરો છો અથવા HDFC બેંક સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલના ગ્રાહક છો તો તમે ડિજિટલ રીતે ફક્ત એક રૂપિયામાં 999.9 શુદ્ધતા સર્ટિફાઇડ સોનું ખરીદી શકો છો. હકીકતમાં આ પ્લેટફોર્મ સાથે MMTC-PAMPનો કરાર છે. જ્યારે પણ તમે કોઈ કંપની Paytm, PhonePe અથવા Stock holding corpથી સોનું ખરીદો છો ત્યારે એટલું સોનું MMTC-PAMPના સેફ્ટી વોલ્ટ્સમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો MMTC-PAMPનું સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે, એટલે કે 24 કેરેટનું શુદ્ધ સોનું મળશે.
SBI કાર્ડથી સોનું ખરીદવા પર કેશબે ઑફર: ગોલ્ડ જ્વેલરીની રિટેલ ચેન ચલાવતી કંપની માલાબાર ગોલ્ડે અક્ષય તૃતીય પર ખાસ ઑફર મૂકી છે. Malabar Gold & Diamondsના Chairman એમ પી અહમદ (Ahammed MP)નું કહેવું છે કે તેમના ગ્રાહકો ઑનલાઇન ખરીદી કરીને અખાત્રીજના દિવસના રેટ પર સોનું બુક કરાવી શકે છે. સોનાનું પેમેન્ટ પણ કરી દો અને જ્યારે લૉકડાઉન ખતમ થઈ જાય ત્યારે તેની ડિલીવરી મેળવી લો. આ માટે કંપનીએ એસબીઆઈ કાર્ડ સાથે કરાર કર્યો છે. એસબીઆઈના કાર્ડથી સોનું ખરીદવા પર પાંચ ટકાની વધારાની છૂટ આપવામાં આવશે.
Senco goldમાં મેકિંગ ચાર્જમાં 100 ટકા છૂટ: સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Senco Gold & diamond)ના સીઈઓ સુવંકાર સેને કહ્યુ કે, આ વર્ષે અખાત્રીજ અને ઇદનો વિશેષ સંયોગ છે. આ માટે કંપનીએ ખાસ ઑફર કાઢી છે. જે અંતર્ગત એડવાન્સમાં બુકિંગ કરવા પર પ્રતિ ગ્રામ સોનાની ખરીદી પર કંપની 200 રૂપિયાની છૂટ આપી રહી છે. આ સાથે જ ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જમાં 100 ટકાની છૂટ આપવામાં આવશે. ગ્રાહકો કંપનીની વેબાસાઇટ sencogoldanddiamonds.com પરથી ખરીદી કરી શકે છે.