

નવી દિલ્હી : દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન એર ઈન્ડિયા હવાઈ યાત્રા માટે એક ખાસ ઑફર લઈને આવ્યું છે. આ ઑફરનો લાભ લેવા માટે કંઈ ખાસ ખર્ચ નહીં કરવો પડે. Air Indiaએ પોતાની વેબસાઇટ પર આ ઑફર વિશે જાણકારી આપી છે. તેની સાથે તમે માત્ર 799 રૂપિયામાં હવાઈ સફરની મજા ઉઠાવી શકો છો.


આ ઉપરાંત 4,500 રૂપિયામાં વિદેશ જઈ શકો છો. ટિકિટ બુક કરાવવાની અંતિમ તક આજે છે, એટલે કે તમે 17 ફેબ્રુઆરીની રાત 11.59 વાગ્યા સુધી ટિકિટ બુક કરાવીને સસ્તી હવાઈ યાત્રાની મજા ઉઠાવી શકો છો. આવો જાણીએ આ ઑફર વિશે...


ઑફરનો ફાયદો ઉઠાવવાની આજે છેલ્લી તક : એર ઈન્ડિયાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, તમે 17 ફેબ્રુઆરની રાત્રે 11.59 વાગ્યા સુધી આ ઑફર હેઠળ ટિકિટ બુક કરાવી શકે છે. બીજી તરફ સેલ હેઠળ ખરીદવામાં આવેલી ટિકિટો પર તમે 18 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર 2020 સુધી યાત્રા કરી શકો છો.


ધ્યાન રહે કે આ ઑફર સાઉદી અરેબિયા માટે લાગુ નથી. સાથોસાથ ટિકિટ બુક કરાવવા પર પણ બેગેજથી જોડાયેલા જૂના નિયમ લાગુ થશે. બીજી તરફ ચેન્જ અને કેન્સલેશન ચાર્જ પણ નિયમો મુજબ જ છે.


799 રૂપિયાની પ્રારંભિક કિંમતો કરો સફર : એર ઈન્ડિયાએ યાત્રીકોને 799 રૂપિયાની શરૂઆતની કિંમત પર દેશમાં ફરવા માટે ટિકિટ આપી રહી છે. બીજી તરફ તમે માત્ર 4,500 રૂપિયાની પ્રારંભિક કિંમત પર આંતરરાષ્ટ્રીય ઉડાન માટે ટિકિટ બુક કરાવી શકે છે.


ઇકોનૉમી ક્લાસની ટિકિટો પર આ વિશેષ છૂટ છે. ટિકિટનું બુકિંગ Air Indiaની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ ઑફર અને ઑથોરાઇઝ્ડ ટ્રાવેલ એજન્ટ્સથી કરી શકો છો.


હવે પરિવાર સાથે 'ઘૂમો ઈન્ડિયા' : આ ઉપરાંત, એર ઈન્ડિયાએ 'ઘૂમો ઈન્ડિયા ફેમિલી ફેર'ની પણ શરૂઆત કરી છે. તેમાં મુસાફરોને ટિકિટ પર 25 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.


આ ઑફર હેઠળ ઓછામાં ઓછા ત્રણ અને મહત્તમ 6 લોકોની ટિકિટ બુક કરાવી શકાય છે. 31 માર્ચ 2020 સુધી આ ઑફરનો ફાયદો ઉઠાવી શકાય છે.


Air Indiaના માથે 58 હજાર કરોડ રૂપિયાનું દેવું : નોંધનીય છે કે, એર ઈન્ડિયા પર કુલ 58,255 કરોડનું દેવું છે. હાલના સમયમાં એર ઈન્ડિયા ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાથી પસાર થઈ રહી છે. વર્ષ 2016-17માં 48,447 કરોડ રૂપિયાનું દેવું હતું, જે 2017-18માં વધીને 55,308 કરોડ રૂપિયા અને 2018-19માં 58,255 કરોડ રૂપિયા થઈ ગયું.