ટાટા ગ્રુપે (Tata Group) 6 દાયકાની લાંબી રાહ બાદ એર ઇન્ડિયા (Air India) ફરી પોતાના હસ્તક કરી લીધી છે. પરંતુ શું તમે એર ઇન્ડિયાના મસ્કટ મહારાજા (Air india Maharaja) અને તેમની મૂછો (Mustache) પાછળની કહાની વિશે જાણો છો? જો નહીં, તો આપને જણાવી દઇએ કે મસ્કટ મહારાજાને જ્યારે બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમની મૂછોની પ્રેરણા જેઆરડી ટાટા (JRD Tata)ના એક સારા મિત્ર અને પાકિસ્તાની ઉદ્યોગપતિ (Pakistan's Businessman) પાસેથી લેવામાં આવી હતી.
એર ઇન્ડિયાના મસ્કટ મહારાજાને બનાવવા પાછળની કહાની ખૂબ રસપ્રદ છે અને પાકિસ્તાની શખ્સની જેમ મહારાજાની અણીદાર, લાંબી અને રોબદાર મૂંછોની વાત પણ. જેઆરડી ટાટાએ 1932માં ટાટા એર સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં એર સેવા મેઇલ લાવવાનું કામ કરતી હતી. સમય જતાં તેમાં પેસેન્જર્સ પણ બેસાડવામાં આવ્યા. ત્યાર બાદ તે ટાટા એર લાઇન્સ બની ગઇ હતી.
વાસ્તવમાં બીજા વિશ્વયુદ્ધ બાદ જ્યારે ટાટા એરલાઈન્સને ફરીથી શરૂ કરવામાં આવી, ત્યારે ટાટાએ તેને મૂડીબજારમાં લાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે તેનું નામ બદલીને એર ઇન્ડિયા રાખ્યું હતું. આ દરમિયાન તેમને લાગ્યું કે એરલાઇન્સ પાસે મસ્કટ પણ હોવા જોઈએ. એણે આ જવાબદારી એર ઇન્ડિયાના કમર્શિયલ ડાયરેક્ટર એસકે કુકા ઉર્ફે બોબી કુકાને આપી હતી.
બોબી કૂકાએ એક મોટી એડ એજન્સીના કલાકાર ઉમેશ રાવ સાથે મળીને એક રોયલ, મૈત્રીપૂર્ણ, પેસેન્જર ફ્રેન્ડલી મસ્કટ બનાવવાનો વિચાર કર્યો. તેમના મતે મસ્કટ ઇન્ડિયન મહારાજા જેવા હોવા જોઇએ. કૂકા અને ટાટાના એક મિત્ર હતા. જે લાહોરમાં રહેતા હતા અને મોટા ઉદ્યોગપતિ હતા, જેનું નામ સૈયદ વાજીદ અલી સાહબ (Saiyad Wajid Ali Saheb)હતું.
સંયોગથી તેઓ ત્યારે જ કદાચ એરલાઇન્સમાં ટિકિટ બુક કરાવવા મુંબઇ આવ્યા હતા. તેઓ પાકિસ્તાન બન્યા બાદ ત્યાંના મોટા ઉદ્યોગપતિ બન્યા અને તેમની પર્સનાલિટી પણ ખૂબ શાનદાર હતી. ખાસ કરીને તેમની મૂછો ખૂબ પ્રભાવશાળી હતી, જે તેમના ચહેરાને રોબદાર દેખાવ આપતી હતી. તેઓ ખાસ અંદાજમાં પાઘડી પહેરતા હતા અને તેઓ ઘણા સમય સુધી પાકિસ્તાન સંઘના અધ્યક્ષ પણ રહ્યા હતા. પાકિસ્તાનમાં તેમની પાસે અનેક ફેક્ટરીઓ હતી.
જ્યારે તેઓ મુંબઇમાં કૂકાને મળ્યા તો તેને જોઇને કૂકાના મગજમાં ચાલી રહેલ મસ્કટ મહારાજની તે કલ્પના તેને સાચી થયેલી દેખાઇ અને કૂકાને તુરંત સમજાઇ ગયું કે મસ્કટ મહારાજ કેવો હશે. આ રીતે તરત મસ્કટ મહારાજની કલગીદાર પાઘડી પહેરેલી, લાંબી અને રોબદાર મૂંછો સાથે રોયલ હસતા ચહેરાવાળી પ્રતિમા તૈયાર થઇ ગઇ. તે રાજાઓની જેમ કોટ અને પેન્ટ પહેરેલા હશે અને આદર સાથે મુસાફરોનું સ્વાગત કરી રહ્યા હશે તેવી કલ્પનાએ કૂકાના મગજમાં જન્મ લીધો.
કૂકાએ પોતાના આ કલ્પનાને જ્યારે સૈયદ વાજીદ અલી સાહેબના ફોટો સાથે આર્ટિસ્ટ ઉમેશ રાવને શેર કરી તો થોડા જ પ્રયાસો બાદ મસ્કટ મહારાજા તૈયાર થઇ ગયા. આ સાથે જ તે વિદેશોમાં ભારતની સૌથી મોટી ઓળખ બની ગયા. કહેવાય છે કે તે ભારતની પહેલી ગ્લોબલ બ્રાન્ડ બન્યા હતા. 1946માં એર ઇન્ડિયાની મુંબઇ સ્થિત ઓફિસમાં મસ્કટ મહારાજનો એક કટ આઉટ લગાવવામાં આવ્યો અને બાદમાં એરલાઇન્સે દસ્તાવેજો અને ફ્લાઇટમાં તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.