Parth Patel, Ahmedabad: આધુનિક સમયમાં દિવસેને દિવસે દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે અમદાવાદ હાટમાં જ્વેલરી, કપડાં, હેન્ડમેડ પ્રોડક્ટ જેવી વસ્તુઓ બજાર કરતા સસ્તા ભાવે તથા કારીગરો દ્વારા જાતે ડિઝાઈન કરેલી અનેક વસ્તુઓ જોવા મળે છે. જેમાં આ વખતે મહિલા કારીગરોએ જુદી જુદી વેરાયટીમાં જ્વેલરી તથા મોજડી-ચંપલ બનાવી રહી છે. જે બજાર કરતા સસ્તા ભાવે મળી રહ્યા છે.
નિકિતા શાહ સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ હેન્ડમેડ જ્વેલરી અને બીટ્સનું વર્ક કરે છે. ખાસ કરીને બજારમાં મળતા નાના જેકોબીટ્સનું કામ કરે છે. જેમાં લોન્ગ સેટ, કોલર સેટ, બટવા, પર્સ, ઇઅરિંગ, નેકલેસ જેવી અન્ય વેરાયટી પણ જોવા મળે છે. આ સાથે તે ભારતની બહાર દુબઈ, યુ એસ એ, મલેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં પણ તેમની પ્રોડક્ટ મોકલે છે.
કોમલ શેઠ જણાવે છે કે, તેઓ કચ્છના વતની છે. તેમની પાસે ચણિયાચોળી, કોટિ, પર્સ, દુપટ્ટા, બ્લાઉઝ, બેડશીટ જેવી વસ્તુઓ સસ્તા ભાવે મળે છે. જેમાં એમ્બ્રોઇડરી વર્ક, જરદોશી વર્ક, કચ્છી વર્ક, મશીન વર્ક અને હેન્ડમેઈડ વસ્તુઓ પણ જોવા મળે છે. જો વસ્તુના કિંમતની વાત કરીએ તો ચણિયાચોળી 1000 થી 2500 રૂપિયા, કોટિ 450 થી 800 રૂપિયા, બ્લાઉઝ 750 થી 1800 રૂપિયા છે.
મોહમદ આરીફે જણાવ્યું હતું કે તેઓ હેન્ડી ક્રાફ્ટનું વર્ક કરે છે. જેમાં લેડીઝ, જેન્ટ્સ અને નાના બાળકોની મોજડીઓ, ચંપલ, સેન્ડલ, લગ્નપ્રસંગની મોજડી, સ્લીપર બનાવે છે. ખાસ કરીને લેડીઝમાં લેધરના ચંપલ, એમ્બ્રોઈડરી વર્કવાળા, ઓક્સોડાઈઝ કરેલી બક્કલ વાળી મોજડી, ચંપલ, સેન્ડલ પણ જોવા મળે છે. અને અન્ય આઈટમો ટ્રેડિશનલ અને હેન્ડીક્રાફ્ટ વર્કમાં મળી રહે છે.